________________
પત્રાવલિ-૩૯ આ સંસાર શું છે ?
બુધવાર, તા. રજી, ઑગસ્ટ, ૨૦૦૦
શ્રી સાચાદેવ સુમતિનાથ ભગવાન ચ્યવન કલ્યાણક
આરાધક ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
જ્ઞાની ભગવંત સંસારની ત્રિવિધતા આ રીતે સમજાવે છે. (૧) તીર્થંકર પરમાત્માને શરીરનો સંસાર છે.
(૨) સાધુ ભગવંતને શરીર અને પરિગ્રહનો સંસાર છે.
(૩) ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે.
ઘાતી કર્મોના ક્ષય પછી જ તીર્થંકર બની શકાય છે. શરીર એ અઘાતી (નામકર્મ)ના ઉદયનું કારણ છે. માટે જ વીતરાગી બની ગયા બાદ જ્યાં સુધી અઘાતી કર્મોનો જથ્થો હોય ત્યાં સુધી આત્મા શરીરથી છૂટે નહીં.
માટે, તીર્થંકરને શરીરના સંસારથી ‘સંસારી' કહેવામાં આવે છે. જીવના બે પ્રકાર (૧) સિદ્ધ (૨) સંસારી. સંસારીમાં તીર્થંકરને ગણવામાં આવે છે. પરમાત્માને શરીર છે ખરું, પણ શરીરનો પરિગ્રહ નથી. નાળિયેરમાં ગોળાની માફક ચૈતન્યનો ગોળો છૂટો પડી ગયો છે.
સાધુ ભગવંતને શરીરના સંસાર ઉપરાંત, તેઓના શરીર અને આત્માના પ્રદેશો એકમેક થયેલા છે. ચૈતન્યનો ગોળો છૂટો પડ્યો નથી, માટે શરીરની અસર અમુક અંશમાં આત્મા ઝીલે છે, એટલે અંશાત્મક રીતે શરીરનો પરિગ્રહ કહેવાય. શરીર મારું છે એ અવ્યક્તપણે બેઠું છે. આમ, સાધુ ભગવંતને શરીર અને પરિગ્રહનો સંસાર હોય છે.
ગૃહસ્થને શરીર, પરિગ્રહ અને ભોગનો સંસાર છે. ગૃહસ્થને શરીર-કર્મ અને આત્માનો લોહાગ્નિ ન્યાયે સંબંધ છે. કષાય અને ઉપયોગ લોહાગ્નિ ન્યાયે ભળેલા છે. ચૈતન્યના ગોળામાં રાગ અને દ્વેષનું પાણી ભરેલું છે. એટલે તો શરીરને વાગ્યું તો મને વાગ્યું એમ થાય છે. આત્માને થતી આ અસર અને ઇન્દ્રિયજન્ય ભોગવૃત્તિની અપેક્ષા ભોગ-સંસાર ગણવામાં આવે છે.
આ ત્રણ પ્રકારના સંસારમાંથી સૌથી પ્રથમ ભોગ સંસારને કાઢવાનો છે. ભોગી જેટલો વ્હેલો ભોગ-સંસાર કાઢી યોગી બને તેટલું સારું. ભોગીના મન-વચન-કાયાના વ્યાપારો સ્વકેન્દ્રિત હોય છે, જ્યારે યોગીના સ્વ-પરકેન્દ્રિત હોય છે. બીજા ક્રમે, કાઢવા યોગ્ય છે – પરિગ્રહ સંસાર. ત્રીજો-શરીરસંસાર બાધક નથી. જેમાં બે સંસાર (ભોગ-પરિગ્રહ) નીકળી જાય તેનો ત્રીજો (શરીર-સંસાર) આપોઆપ કાળક્રમે નીકળી જાય.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
ઉપરોકત બે સંસાર કાઢવા તત્ત્વની જિજ્ઞાસા કેળવવી પડે. આ જિજ્ઞાસાથી સમ્યક્ત્વ પામી છેક વિરતિ (દીક્ષા) સુધી પહોંચી શકાય છે. શાબાશી લેવાના આ મનુષ્યભવમાં આપણે નાલેશી લઈએ છીએ. શુદ્ધિ વધતી જવી જોઈએ. શુદ્ધિ વધારવાનો એક માત્ર ઉપાય – મોહનીય કર્મનો રસ તોડવાનો. પત્રાવલિ
www.jainelibrary.org
૩૨૦
For Private & Personal Use Only