________________
એટલે ટૂંકમાં, પરમાત્મા દેહની અંદર જ છે; એ છતાં જે જીવો, અપેક્ષાએ, પરમાત્માને બહાર કે બીજા સ્થળે શોધે છે, તેની ઉપમા જ્ઞાની ભગવંતો પોતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં જે મનુષ્ય ભિક્ષા માગવા બહાર ભમે છે તેવા મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય સાથે કરે છે.
" भावच्यिय परमत्थो भावो, धम्मस्स साहगो भणियो ।
सम्मत्तस्य वि बीअं, भावच्यिय विंति जगगुरुणो ॥ "
અર્થ : ભાવ જ સાચો પરમાર્થ છે. ભાવ જ ધર્મસાધનામાં સહાયકમ છે. ભાવથી જ સમ્યક્ત્વ
ઉત્પન્ન થાય છે, એમ ત્રિભુવનગુરુ શ્રી તીર્થંકર ભગવાન કહે છે.
પર્યુષણ મહાપર્વમાં આપ બંનેની શાતા સારી રહો તેવી શુભેચ્છા. પરમ પાવનીય, પવિત્ર અને પારમાર્થિક જૈનદર્શન વડે પ્રકૃષ્ટ પુણ્ય પામી આપણે સૌ પરમામૃતના પંથે આગળને આગળ વધીએ એ જ મારી શુભાશંસાપૂર્વકની અભ્યર્થના.
*
*
પત્રાવલિ-૪૧
પત્રાવલિ
Jain Education International 2010_03
અનુભવજ્ઞાન જ જ્ઞાન છે
લિ. આપનો ભાઈ, રજની શાહ
રવિવાર, તા. ૩જી, સપ્ટેમ્બર, ૨૦૦૦ પર્વાધિરાજ પર્યુષણ પર્વ તપસ્વી-પારણા શુભ દિન
પરમ આત્મસ્નેહી સ્વજનશ્રી,
આપસૌ દિવ્યાત્માઓને મારા પ્રણામ-જય જિનેન્દ્ર-મિચ્છામિ દુક્કડમ્.
મહાપર્વ દરમિયાન દેવગુરૂપસાય આપ પરિવારની શાતા, સમતા અને સમાધિ અવશ્ય અનન્ય રહેવા પામી જ હશે. વીતેલા વર્ષ દરમિયાન, આપ સોનું દિલ દુભાય એવું કાંઈ પણ મેં મનસાવાચા-કર્મણા કર્યું હોય, તો તે બદલ હું આપ સૌને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પાઠવું છું. આપ સૌ મને ઉદારભાવે ક્ષમા પ્રદાન કરશો.
આપણે તપના બાર પ્રકાર પૈકીનું પ્રથમ તપ ‘અણસણ’ને રૂઢીગત રીતે ‘ઉપવાસ’ શબ્દથી નવાજીએ છીએ. અણસણ એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ અને ઉપવાસ એટલે ઉપવાસ આત્મામાં વસવું તે. આ અર્થથી આજે મારે એકાસણાના તપ વડે ઉપવાસ છે' આ વિધાન પણ તદ્ન સત્ય છે. આનો તાત્પર્યાર્થ એ છે કે આપણે જ્યારે પણ અણસણનું તપ કરીએ, તે દિવસે ઉપવાસ (ઉપમાં વાસ = આત્મામાં વાસ) તો કરવો જ જોઈએ અને તે દિવસે તો ખાસ તપના બાકીના અગિયાર તપ પણ કરવા જોઈએ. અણસણના અગર તો કોઈ પણ તપના દિવસે કાયક્લેશ, સંલીનતા, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ આદિ બાહ્ય-અત્યંતર તપ પણ કરવાનું લક્ષ્ય રાખવું અવશ્યમેવ ઉપકારી છે.
૩૨૩
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org