________________
ત્રિકાલાબાધિત સર્વજ્ઞપ્રણીત પ્રભુએ શાસનમાં છએ દ્રવ્યોનું નિરૂપણ કરી, તેમાં જીવદ્રવ્ય (ચૈતન્ય દ્રવ્યોના ગુણગાન ભારોભાર કર્યા છે. બાકીના પાંચ અજીવ દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ)ની જે પ્રરૂપણા કરી છે, તે પણ માત્ર જીવદ્રવ્યની (આત્મદ્રવ્ય) પ્રાપ્તિ કરવા માટે જ કરી છે. આ જ વસ્તુના સંદર્ભમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. “અધ્યાત્મસાર'ના આત્મનિશ્ચયાધિકારમાં લખે છે :
नवानामपि तत्त्वानां, ज्ञानमात्मा प्रसिद्धये ।
येनजीवादयो भावाः स्वभेद प्रतियोगीनः ।। આનું કારણ એક જ છે કે આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે. એ જ પોતાનો સાચો સગો છે, સ્નેહી છે. સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે.
જેમ જેમ આપણે સાધના-આરાધનાના માર્ગે આગળ વધીએ છીએ, તેમ તેમ શુદ્ધિ વધતાં અશુભ વિલ્પો શુભમાં પરિણમે છે. શુભ વિલ્પો દ્વારા ધીમે ધીમે શુભ ભાવો આત્મસાત્ થાય છે. પછી, આત્માનું શુદ્ધ સ્વરૂ૫-જ્ઞાયભાવ વારંવાર દૃષ્ટિમાં આવતાં-ઘૂંટાતાં ક્રમેક્રમે નિમિત્ત પરથી દૃષ્ટિ છૂટી ઉપાદાન (આત્મા) તરફ વળે છે. નિમિત્ત પરથી દષ્ટિ છૂટતાં નિમિત્તના કારણે થતા નૈમિત્તિક ભાવો પણ છૂટવા માંડે છે. પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ - આ ચાર નૈમિત્તિક ભાવો છે કે જે જીવના પર્યાયમાં થાય છે. એમાં નિમિત્તભૂત ર્મની (કાર્પણ વર્ગણાની) અપેક્ષા આવે છે. સંવર, નિર્જરા અને મોક્ષ - એ જીવના પર્યાયમાં થનારા શુભ ભાવો છે, જેમાં નિમિત્તભૂત કર્મ (કાર્પણ વર્ગણા)ના અભાવની અપેક્ષા રહે છે.
તત્ત્વમાં નવ ભેદને (નવ તત્ત્વને) જોનારી આપણી દૃષ્ટિ અનાદિની છે. પર્યાયની-ભેદની રુચિમાં આપણું આત્મદ્રવ્ય પૂર્ણ રીતે ઢંકાઈ ગયું છે. પૂર્ણાનંદનો નાથ, જે આપણો જ આત્મા છે, તેને જ વારંવાર ઉપયોગમાં લેતાં જીવ-અજીવાદિ નવ ભેદ રહેતા જ નથી. ભેદ ઉપરથી નજર હટાવી એક ત્રિકાળી જ્ઞાયકભાવને નિહાળતાં પુદ્ગલના સંબંધે જે દૃષ્ટિ ભેદવાળી હતી, તે હવે રહેશે જ નહીં. આ પ્રક્રિયા વડે જ પુદ્ગલ પુદ્ગલ રૂપે અને જ્ઞાયક જ્ઞાયક રૂપે ભિન્ન થઈ જાય છે. આનું જ નામ ભેદજ્ઞાન છે. આપણા આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પ્રગટ કરવા માટે, અનુભવવા માટે, અનુભૂતિ માગે “ભેદજ્ઞાન' એક માત્ર ચાવી છે. નવ તત્ત્વમાંથી એકલા જ્ઞાયકભાવરૂપ ધ્રુવસ્વરૂપ-ધ્રુવસ્વભાવને ભિન્ન તારવી તેને અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે. શેયાનંદ નહીં, પણ જ્ઞાનાનંદને અનુભવવો એ જ આપણું કાર્ય છે, ચરમ લક્ષ્ય છે.
લાખો વર્ષોના શ્રુતજ્ઞાનના પરિભાવન પછી આવતો એક અંતર્મુહૂર્તનો જ અનુભવ મહાન છે, અને ચારિત્રધર્મરૂપી નિસરણીનું પ્રથમ પગથિયા ઉપર આપણને આપોઆપ મૂકે છે. અનુભવજ્ઞાનઅનુભૂતિજ્ઞાન વડે આત્મઘરના અનાદિ કાળના અંધેરા ઉલેચાઈ જાય છે, અને આપણા આત્મા ઉપર આનંદ, મહાનંદ અને પરમાનંદનું સામ્રાજય છવાઈ જાય છે. યોગ દ્વારા પરમાનંદસ્વરૂપને, મોક્ષ સ્થાનને પામવું, એ એક માત્ર લક્ષ્ય આપણે સૌએ સેવવા જેવું છે. “જેવું લક્ષ્ય તેવાં લક્ષણો પણ આપણે કેળવવાં તો પડશે ને !
મૃતસરિતા Jain Education International 2010_03
૩૨૪ For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org