________________
શુદ્ધિ વધતાં શ્રવણનો રસ વધે, શ્રવણનો રસ વધતાં તત્ત્વનું જ્ઞાન વધે, જ્ઞાન વધે એટલે જિજ્ઞાસા વધે. જ્ઞાનના બળે જિજ્ઞાસા અને જિજ્ઞાસાના બળે જ્ઞાન, આમ બંને અન્યોન્ય વધે છે. વૃદ્ધિ પામેલું જ્ઞાન નવા નવા જ્ઞાનના આવરણ તોડી તોડીને પ્રગટ કરે છે અને આપણા મતિજ્ઞાનનું કેવળજ્ઞાનમાં પરિણમન થાય છે. હકીકતમાં, સંસાર અને મોક્ષ બંને મતિજ્ઞાનમાંથી ઉપયોગમાંથી જ નીકળે છે. પસંદગી આપણે કરવાની છે.
જેમ રાત્રિ દરમ્યાન નિહાળેલું સ્વપ્ન બીજા દિવસે સત્ય નથી લાગતું, તેમ દિવસે ખુલ્લી આંખે દેખાતો સંસાર પણ સ્વપ્નની માફક સત્ય છે જ નહીં. માટે તો ભગવંતો કહે છે કે સંસારને સ્વપ્નવત્ સમજવો. સંસારરૂપી સ્વપ્નમાંથી જે જે જાગ્યા છે, તેઓએ દીક્ષા લીધી છે. આપણે બધા હજી સંસારમાંથી જાગ્યા જ નથી. સંસારમાંથી જાગવું એટલે દીક્ષા જ લઈ લેવાની એવો અર્થ નથી થતો. સંસારમાંથી જાગવું એટલે હેયની અરુચિ અને ઉપાદેયની રુચિ જાગે, તેમ સમજવાનું છે.
મોહની ફોજ સામે, સમતાના હોજમાં, આત્માની મોજમાં, રોજે રોજ રમવાનું રાખજો, કે જેથી પરમાત્માની પ્રકર્ષ ઋદ્ધિ પ્રગટ થાય. આપ પરિવારનું સર્વાગી કલ્યાણ થાઓ એ શુભભાવના સાથે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૪) ભાવના ભવનાશિની
મંગળવાર, તા. ૨૨મી, ઓગસ્ટ, ૨૦00
શ્રી ચન્દ્રપ્રભ સ્વામી અને શ્રી શાન્તિનાથ પ્રભુ શુભ કલ્યાણક દિન. શ્રેયસ્કર શ્રાવક શ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર.
પૂ. શ્રી ધીરૂભાઈ પંડિતજીના આગમન નિમિત્તે ગયા રવિવારે આપ બંનેની સાધર્મિક વાત્સલ્યતા માણવાની તક મને મળી. આપ બંને ભવ્યાતિભવ્ય જીવોને મળવાનો ઘણો આનંદ તો દર વખતે હોય છે જ. ધન્ય છે આપ બંનેના સૌહાર્દપૂર્ણ અને ભાવનાશાળી વ્યક્તિત્વને.
માયતે તિ માવII: / મનમાં જે ભાવવામાં આવે છે તે ભાવના. ભાવવું, વિચારવું, ચિંતવવું, મનન કરવું - આ બધા શબ્દો પર્યાયવાચી છે. માત્ર એક વાર કોઈ શુભ વિચાર આવી જાય એટલે ‘ભાવના” નથી કહેવાતી; પરંતુ એ જ શુભ વિચારને જપની માફક ઘૂંટવામાં વારંવાર આવે ત્યારે તે વિચાર “ભાવના'નું સ્વરૂપ બને છે.
ભાવના કેળવવા માટે સાધનો સેવવાં પડે. બાર ભાવના અને મૈત્રિ-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ એમ કુલ ૧૬ ભાવનાઓને નિયમિતપણે ચિંતવવી પડે. બાર ભાવના રાગને દૂર કરવામાં સહાયક પત્રાવલિ
૩૨૧
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org