________________
સામાયિક ચોપડીમાં વાંચી કરવાની ટેવથી સૂત્રો તો આપોઆપ આવડી જશે. આપશ્રી પ્રયત્ન કરશો. મારું આધ્યાત્મિક બળ આપની સાથે ઉમેરીશ.
ભાઈ, “મોક્ષ' શબ્દ “મુ' ધાતુ પરથી બન્યો છે; એટલે કે મુકાવું, છૂટવું. ચાર પ્રકારના “મોક્ષ' છે.
(૧) દેષ્ટિ મોક્ષ. ગ્રંથિભેદ કરીને સમક્તિ પામતાં વિપરીત, ઊલટી દૃષ્ટિનું બંધન છૂટે છે. (૨) રાગ મોક્ષ - બારમા ગુણસ્થાનકે “ક્ષીણમોહ વીતરાગ' અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે. (૩) અજ્ઞાન મોક્ષ - તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વેળાએ. (૪) પ્રદેશ મોક્ષ - દેહનું બંધન છૂટે તે - ચૌદમાં ગુણસ્થાનકના અંતે - આપણે જે સામાન્ય
અર્થમાં “મોક્ષ' સમજીએ છીએ તે પ્રદેશ મોક્ષ છે. આ ચારમાંથી આ ભવ પર્યત પ્રથમ ‘દષ્ટિમોક્ષ થાય તો પણ આ ભવ સાર્થક બને છે. સમકિત પામવા તે દિશામાં ભગીરથ પ્રયત્ન કરવો પડે તેમ છે. સંસારમાં ટકી રહેવા અને ભૌતિક પ્રગતિ કરવા જેમ એક અઠવાડિયાના ૪૦-૫૦ કલાક કામ કરીએ, તેમ ૪૦-૫૦ કલાક જો આત્મિક ક્ષેત્રે કાઢવાનું નક્કી કરીએ તો એમ લાગે કે સમય જ આપણી પાસે નથી. ભાઈ, દરરોજ સૂર્યોદય થાય એટલે તે દિવસ પૂરતું દરેકને, કોઈ પણ પક્ષપાત વિના, ૨૪ કલાક, અથવા ૧,૪૪૦ મિનિટ અથવા ૮૬,૪૦૦ સેકન્ડ પ્રાપ્ત થાય છે. દરેક જીવ પોતાની રુચિ પ્રમાણે જે તે આખા દિવસનો અગ્રતાક્રમ નક્કી કરે છે. આમાં, ધર્મના ક્ષેત્રે આત્માના ગુણોના ઉઘાડ માટે કેટલો સમય ફાળવે છે, તે રુચિ પર આધારિત છે. જે ગુણો અને ભાવો પરભવમાં સાથે આવનાર છે તેના ઉપર વધુ લક્ષ્ય આપવા જેવું છે. દરરોજ એક સામાયિક, નવકારવાળી, ધ્યાન, કાઉસગ્ગ આદિ ક્રિયાઓ જોડાવવાનો નિયમ લેવા જેવો છે.
ભાઈ, ચારે ઘાતકર્મોમાં “મોહનીય કર્મ ને રાજા જેવું ગણાય છે. બધા ય ગુણસ્થાનકોનો આધાર મોહનીય કર્મની જ તરતમતા ઉપર છે. મોહનીય કર્મના બે ભેદ ઃ (૧) શ્રદ્ધાને રોકે તે દર્શન મોહનીય અને (૨) ચારિત્રને રોકે તે ચારિત્ર મોહનીય. આ બંને પ્રકારના મોહનીયના ઉદય જ આપણને કચડી રહ્યો છે. ચારિત્ર મોહનીયનો ઉદય જીવને વીતરાગતા લાવવા દેતો નથી, અને દર્શન મોહનીયના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી (રુચિ થતી નથી). દેહ અને આત્માનું એકમેકપણું છે. સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી (અશુભ) ક્રિયા વગર રહેશે નહીં. ખોટી ક્રિયાનું ફળ છે, સંસારના પરિભ્રમણમાં વૃદ્ધિ અને રખડપટ્ટી.
સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ આ ભવમાં પ્રાપ્ત થયો છે. હવે પછીના ભવોમાં કોણ જ્યારે ક્યારે મળશે ? આવતા ભવે પણ જૈનધર્મ મળશે જ, તેવી ખાતરી સમજીને આ ભવને વ્યર્થ કરવા જેવો નથી. આચારમાં અહિંસા ધર્મ, વિચારમાં અનેકાન્ત ધર્મ અને જીવનમાં કર્મવાદ આપણને મળ્યો છે. આત્મગુણોના ઉઘાડ માટે આપણને સૌથી મોટો પડકાર સારું કરવાના ક્ષેત્રે એટલો નથી, જેટલો નબળું છોડવાના ક્ષેત્રે છે. કંદમૂળ, અભક્ષ્ય, નિન્દા, ગલત સાહિત્ય વાચન, ટેલિવિઝન, શ્રુતસરિતા ૩૧૬
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org