________________
(ઘડપણ) અને મૃત્યુનું આપોઆપ નિવારણ થઈ જાય છે, કેમ ખરું ને, ભાઈ ? જન્મનું નિવારણ કરવાના સિદ્ધ ઉપાયો.
(૧) રત્નત્રયીની તરણી (દર્શન-જ્ઞાન-ચારિત્ર)
(ર) તત્ત્વત્રયીની શરણી (દેવ-ગુરુ-ધર્મ) (૩) સાધનત્રયીની કરણી (શ્રદ્ધા-શુદ્ધ-વિધિ) (૪) ભાવપ્રયીની ભરણી (જ્ઞાન સંવર તપ)
પ્રકાશક રોધક શોધક
આ ચારે ઉપાયોનું સેવન નિયમિત કરતાં કરતાં આપણામાં એવો અનોખો, અજોડ અને અપૂર્વ ભાવધર્મ પ્રગટે કે જે એક-બે-ચાર ભવોમાં આપણને સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવી દે.
ભાઈ, એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે એક મણનું પાપ કરવું પડે છે, અને તે એક મણનું પાપ જ્યારે કર્મ-ફળરૂપે એક ટન જેટલું દુઃખ થઈને આપણી સામે ભોગવવા માટે આવીને ઊભું રહે છે. માટે, કષાયો-વિષયોની મંદતા અને શક્ય તેટલું ૧૮ પાપસ્થાનકથી અટકવું, વિરમવું. જીવનમાં દૈનિક ધોરણે વધુને વધુ ‘આચાર’ ઉમેરવા. ક્રમસર ઊંચે ચઢવું હોય તો ‘આચાર’ એ જ પાયો છે. નીચે પટકાવું ના હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં અને એક પણ અનુચિત આચાર પકડો નહીં. પહેલે ગુણસ્થાનકે રહેલો અભવ્ય જીવ માત્ર આચારના બળે નવ ચૈવેયક દેવલોક સુધી પહોંચે છે; શ્રાવક-શ્રાવિકાને ઉત્કૃષ્ટા પાંચમું ગુણસ્થાનક હોવાથી આચારમાં સાધુતા નથી, છતાં પણ માત્ર ‘શ્રાવક-આચાર’ ના બળે, બારમા દેવલોક સુધી પરભવમાં જાય છે. આચારપાલનનું યથાર્થ ફળ ‘કષાયમંદતા’ છે; વાસ્તવિક ફળ છે. વાસનાઓની ક્ષીણતા અને અનંતર ફળ છે.
‘આધ્યાત્મિક ગુણોની કેળવણી' :
જ્ઞાન ઓછુંવત્તું હજી ચાલી જશે, પણ આચારમાં ઓછુંવત્તું નહીં ચાલે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ જેટલો થવો જોઈએ તેટલો થતો નથી, કારણ કે ‘આચાર’નું બળ હજી વધુ ઉમેરવાની જરૂર છે. આપણે સજ્જન છીએ, પણ સાત્ત્વિકતા હજુ વધુ ખીલવવાની છે. જગતમાં સજ્જનો તો ઘણા છે, પરંતુ સાત્ત્વિક જીવદળવાળા જીવો અલ્પ સંખ્યામાં છે. એક વાર માત્ર ઉકાળેલું પાણી જ વા૫૨વાનો પ્રયોગ/નિયમ (બારે માસ, ચાતુર્માસ એકાદ મહિને, અગર તો છેવટે માત્ર વીક એન્ડ પૂરતો) જીવનમાં લઈએ, પછી આપોઆપ આપણને ‘અપકાય’ના જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે, અને તેના પરિણામે ત્યારબાદ આપોઆપ બાથરૂમમાં Shower ના બદલે ડોલથી આપણે સ્નાન કરતા થઈ જઈએ, વરસાદ પડતો હોય તો નિવારી શકાય તેવા સંજોગોમાં બહાર નીકળીએ નહીં, સ્વિમિંગ પુલમાં રસ દાખવીએ નહીં, Cruiseની મુસાફરીમાં જવાનો વિચાર સુધ્ધાં પણ આવે નહીં વગેરે. દરેક જીવ (સ્થાવર અને ત્રસકાય) સાથે મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ ભાવ આપણને જાગે તેને ‘વિચાર ધર્મ’ કહે છે. વિચાર ધર્મ પ્રગટ્યા બાદ આચરવામાં આવતો અનુષ્ઠાન ધર્મ (અહિંસા-સંયમ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૧૪
For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org