________________
(દા.ત., મહાવીર સ્વામીના ૨૭ ભવો પૈકી પ્રથમ ભવ-નયસાર મુખીનો કે જે ભવમાં તેઓ સમ્યગ્દર્શન પામ્યા). એની પહેલાંના ભવો જીવે ભલે અનંતાનંત પસાર કર્યા હોય, પણ એની કોઈ ગણતરી નહીં, નોંધ નહીં.
જગતમાં બધા રસમાં “સબરસ-મીઠું મુખ્ય છે, તેમ આત્માની દુનિયામાં “સમ્યગ્દર્શન' એ સબરસ છે, “જગત” શબ્દની વ્યુત્પત્તિ પણ સમજવા જેવી છે. “જ” = જન્મ; “ગ” = ગત (વિનાશ); ‘ત' તિષ્ઠતિ (સ્થિર રહેવાવાળું, નિત્ય). જગત આ ત્રણ અક્ષરો જૈનદર્શનની ત્રિપદીના સૂચક છે - ઉત્પાદ, વ્યય અને ધ્રુવ પ્રથમ બે પુગલને આશ્રયી છે, અને છેલ્લું દ્રવ્યને આશ્રયી વિધાન છે.
પ્રતિષ્ઠાની તૈયારીઓ બરોબર ચાલતી હશે. કાર્યવાહીમાં અન્ય સાધર્મિક સ્વજનોની સાથે રાગદ્વેષ ન બંધાઈ જાય તેની સતત કાળજી રાખશો. ગણિવર્ય શ્રી જ્ઞાનસાગરજી મહારાજ કહે છે કે વ્યવસાયની પ્રવૃત્તિનો આશય તો અર્થ ઉપાર્જન-કમાણીનો જ હોય છે, પણ આ આશય તે લૌકિક કહેવાય, તેમાં જોડે મોક્ષનો આશય પણ ભેળવી દેવાય, તો અલૌકિક બની જાય; અને પછી જુઓ તો ખરા, જીવનમાંથી કેવી અદ્ભુત સુવાસ પ્રગટે છે !
શ્રી સદગુરુનો સમાગમ, મિથ્યાત્વનો અપગમ, સમકિતનો અભિગમ અને રત્નત્રયીનો સંગમ આપણને સૌને સાંપડે એ જ મંગલ મનીષા.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૩૫ આચારપાલન
મંગળવાર, તા. ૧૨-૧૪-૯૯ સૌજન્યશીલ સાધર્મિક ભાઈશ્રી,
આચારપાલન તે ધર્મનો પાયો છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી વિવિધ ક્રિયા વિવિધ વસ્તુ જીવ માંગે છે. ધ્યાનને ધ્યાનરૂપે પરિણાવવું હોય તો આચારનું પાલન ખૂબ જરૂરી છે. કોરું ધ્યાન ના ચાલે. ધ્યાન સિવાયના કાળમાં આચારની ચુસ્તતા જોઈએ જ. એના દ્વારા જીવ આગળ વધે છે. પહેલે ગુણઠાણે રહેલો અભવ્ય જીવ માત્ર આચારના બળે નવમા ગ્રેવેયકે જાય છે. શ્રાવકને પાંચમું ગુણઠાણું છતાં આચારમાં સાધુતા નથી, તોપણ બારમા દેવલોક સુધી જાય છે. આચારપાલનનું યથાર્થ ફળ કષાયમંદતા છે.
કાચું પાણી અડી જાય તો તમને સંકોચ થાય છે ?
વનસ્પતિને અડતાં તમને અરેરાટી થાય છે ?
તેઉવાઉનો આરંભ કરતાં તમને દુઃખ થાય છે? કાચું પાણી વાપરતાં તમને અપકાયના જીવોના પ્રાણઘાતનો આઘાત થાય છે? શ્રુતસરિતા
૩૧૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org