________________
વરવી છે? આપણે આ બધાને પામવા પ્રયત્નશીલ બનવું પડશે. સમકિતનું મુખ્ય કારણ છે અવંચક યોગ, અને મોક્ષનું મૂળ બીજ છે સમ્યકત્વ. અવંચકયોગ = જેના વડે આત્મા છેતરાય નહીં તે અવંચકયોગ. તેના ત્રણ પ્રકાર : (૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક (૩) ફલાવંચક - સદગુરુનો યોગ અને તેમની યથાર્થ ઓળખાણ તે યોગાવંચક છે. - સદ્ગુરુ પ્રત્યે જે વંદન, નમસ્કાર, ભક્તિ આદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક. - સદ્ગુરુનો યોગ અને વંદનાદિક્રિયાનું ફળ તે ફલાવંચક.
ફળની બાબતમાં, આરાધક આત્મા કદાપિ ઠગાતો નથી. જે ક્રિયાનું ફળ અવશ્ય મળે છે, તે ફલાવંચક યોગ છે.
ભાઈ, આત્માના આરાધક બનવા માટે, કાયા અને કુટુંબના કુંડાળામાંથી આપણે બહાર નીકળવા માટે, પ્રભુભક્તિને પ્રાણવંતી બનાવવા માટે, દુષ્કતની ગહ માટે, સુકૃતની અનુમોદના માટે અને આત્મસ્નેહ છલકાવવા માટે ઉપરના ત્રણ પ્રકારની ત્રિવિધ રીતે આપણા જીવનમાં જરૂરી છે. આ દેશમાં કમનસીબે કોઈ સુગુરુનો યોગ છે નહિ અને થવાનો પણ નથી. કર્મસત્તાની કાળી કેદમાંથી કાયમી મુક્તિ અપાવવામાં સગુરુનો ફાળો જોઈએ જ. માટે, જ્યારે પણ નિવૃત્ત થઈએ, ત્યારે આપણે વર્ષનો કેટલોક ભાગ ભારતમાં ગાળવો જ પડે, અને ઉત્તમ અવંચક યોગને પામવો જ રહ્યો.
જીવનની અંતિમ પત્ર સુધી જૈનશાસનના અપ્રતિમ રાગી બનેલા રહીને, જગતના જીવોના કલ્યાણમિત્ર બનીને, સંયમયાત્રા સાધી, પરલોકયાત્રા સફળ બનાવતાં, અંતિમ અનુપમ આરાધના કરતાં કરતાં સમાધિભાવમાં અણશણપૂર્વક નિમગ્ન બનીને આપણે આપણી આ ભવ-યાત્રા, આ ભવના આયુષ્યકર્મોને આધીન, પૂર્ણ થાય તેવી મંગલ કામનાઓ.
લિ. આપનો ભાઈ.
રજની શાહ
પત્રાવલિ-૩૪ સમ્યગદર્શનની સંક્ષિપ્ત રૂપરેખા
ગુરુવાર, તા. ૩-૪-૯૯ વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
‘દર્શન' કે “શ્રદ્ધા” શબ્દની આગળ “સમ્યગુ” શબ્દ જોડીને સમ્યગ્દર્શન કે સમ્યફશ્રદ્ધાની જે જ્યોતિ બને છે, તેના કારણે વિશ્વનાં દર્શનોમાં જૈનદર્શન આગવી વિશિષ્ટતા ધરાવે છે. રત્નત્રયીમાં પણ સમ્યગ્દર્શન પ્રથમ સ્થાન ધરાવે છે સમ્યગ્દષ્ટિ આત્માનાં આ વચનો છે :
“સ સ , ગેસ પરમ, રે સૈ ઉસ ” અર્થ : જિનશાસનની રત્નત્રયીની આરાધના અર્થરૂપ છે, આ જ પરમાર્થરૂપ છે. “ો' એટલે શેષશ્રુતસરિતા
૩૧૦
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org