________________
પત્રાવલિ-૩૨ જૈન અને જયણા
મંગળવાર, તા. ૨-૨-૧૯૯૯
રત્નત્રયી આરાધકશ્રી, જય જિનેન્દ્ર.
ગયા પત્રમાં ‘અનુષ્ઠાન' ના વિષય પર ચર્ચા કરી. આ પત્રમાં જૈનજીવનમાં સૌથી વધુ મહત્ત્વની ‘જયણા’ ઉપર ચર્ચા કરીશ.
‘જયણા’ શબ્દનો અર્થ માત્ર પૂજવું, પ્રમાર્જવું એમ નહીં, પણ પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય ધરાવતી આત્મદર્શી હૃદયની યતનાપૂર્વકની પ્રવૃત્તિ. કોઈને પણ કોઈ પણ જાતની બાધા ન થાય એવું કાળજીપૂર્વકનું જીવન એ ‘પાંચ સમિતિ’નું હાર્દ છે. જેમ સમ્યક્ત્વ એ આત્માના ચૈતન્યને જીવંત બનાવવા માટે પ્રાણ છે, તેમ જયણા એ આત્માના સંયમ-ચારિત્ર માટે પ્રાણ છે. જયણા એ પ્રમાદની હાણ છે. જયણા એ દયાની ખાણ છે. જયણા એ ભવસાગરમાં નિરંતર ગતિ કરતું, મુક્તિપુરીમાં જવાનું વહાણ છે. જયણા એ અન્ય જીવોને દુઃખ ના થાય અને પોતાને કર્મબંધ ન થાય તેવું રસાયણ છે. સર્વવિરતિ અને દેશિવરિત બંને યોગ જયણાપ્રધાન છે. ભાઈ, ટૂંકમાં કહું તો સમિતિપ્રધાન પ્રવૃત્તિ તે જયણા.
જયણા અને સમિતિ લગભગ એક્ત્વભાવ જેવી છે. કેમ કે સમિતિ એટલે સુંદર પ્રવૃત્તિ, ત્યારે જ સુંદર બને છે જ્યારે જયણા અને ઉપયોગના પરિણામવાળી હોય. જ્યાં જયણાનું પ્રવર્તન છે, ત્યાં સમિતિનું સમ્યક્ પાલન છે. જયણા સંવર છે, સંવરની જ પ્રવૃત્તિ છે. સંવર એ ચારિત્રનું-એક્લા આત્મસ્વરૂપનું પોષક છે. તેથી તો કહેવાય છે ‘સમિતિ એ સર્વ શાસ્ત્રોના જ્ઞાનનું સમ્યગ્ આચરણ છે.''
ભાઈ, એમ ન સમજતા કે સમિતિ-ગુપ્તિ-જયણા આ બધું સાધુ ભગવંતો માટે જ હોય છે. જેમ મુનિ જીવનમાં પ્રતિપળે જયણાનું જતન છે, તો શ્રાવકના સામાયિક, પૌષધમાં આ ત્રણેનો ઉપયોગ
છે.
શ્રાવક પોતાના દેહ પર રહેલા જીવજંતુને જયણાપૂર્વક કેવી રીતે દૂર કરે ? એનું જીવતું જાગતું દેષ્ટાન્ત શ્રી કુમારપાળ મહારાજા છે, કે જેમને જીવદયા એ પોતાના પ્રાણ સમાન હતી. સામાયિકમાં એકદા તેમના શરીર પર મંકોડો ચઢ્યો. ચટકા ભરવા લાગ્યો, ત્યારે તેમણે મંકોડાને પકડી દૂર ન કર્યો, પણ જયણાપૂર્વક એટલા ભાગની ચામડી દૂર કરી. ચામડી સાથે મંકોડાનું બાજુ પર મૂક્યો. समणो इव सावओ हवइ जम्हा ।
શ્રાવણ પણ તેના પાલનથી સાધુ સમાન થાય છે. સામાયિક, પૌષધમાં તો જયણા ખરી જ, પણ આપણે આપણા રોજિંદા જીવનમાં પણ જયણા પાળવાની છે.
જયણાથી થતા લાભો :
(૧) પરમાત્માની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન.
(૨) પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ પ્રગટે.
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
३०८
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org