________________
આદિ. આ ભીતરી દુશ્મનોને ખંખેરવા પડશે, ભલેને ખુંખાર યુદ્ધ કરવું પડે. જિનાજ્ઞાનો પરમાર્થ જાણવો પડશે. માત્ર ક્રિયા કરનાર પોતાની આંખોથી ક્રિયાઓનું અનેકાન્ત ફળ દેખતા નથી અને એવી અનિશ્ચિત ફળવાળી ક્રિયાઓ કરી કરીને એ બિચારા ચાર ગતિના ચકરાવે ઘૂમ્યા કરે છે. (૨) ભક્તિ અનુષ્ઠાન :
ભક્તિ એટલે સંપૂર્ણતયા સમર્પણ. પરમાત્માના ચરણોમાં જ રહેવું. ક્રિયાવાદી લોકો જિનાજ્ઞાનું યથોચિત પાલન નથી કરી શકતા અને તેને લઈને તરેહ તરેહના મતભેદો પેદા થતા રહ્યા છે, અને જાત જાતના/ભાત ભાતના ગચ્છ, મત, પંથ નીકળતા રહ્યા છે. કમનસીબે, આ પંથોમાં પારસ્પરિક સહિષ્ણુતા અને સમજણનો અભાવ છે, અને તેને પરિણામે લોકો જૈનદર્શનના વિચારની અનેકાનાદિશા ચૂકી જઈ “ઉપાશ્રય”માંથી “આશ્રમ' તરફ વળી જાય છે. રાગદ્વેષમાં રાચતા લોકો રાગદ્વેષથી મુક્ત થવાની સુફિયાણી વાતો કેવી રીતે કરી શકે! કષાયોની ડાકલી કૂટનારા લોકો વીતરાગની વાણી વહેવરાવવાનો દાવો કરતા થઈ ગયા છે. (3) વચન અનુષ્ઠાન :
જિનાજ્ઞાની અવહેલના કર્યા વિના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના માધ્યમથી જિનાજ્ઞાને જાણવીજોવી જોઈએ. આવો કોઈ વિચાર કર્યા વગર કેવળ માન-મરતબો પામવા ઉલટા-સીધા વર્તન દાખવનાર અંતે દુઃખદાયી સિદ્ધ થાય છે. જિનાજ્ઞાથી વિપરીત બધા ક્રિયા-કલાપોને છોડી દેવા જોઈએ. આગમ વચનોનો અર્થ સાચો કરવો. ઉસૂત્ર ભાષણ કદાપિ કરવું નહીં. (૪) અસંગ અનુષ્ઠાન :
જે મોક્ષગામી આત્મા સૂત્રાનુસાર-આગમ-શાસ્ત્રાનુસાર ક્રિયા કરે છે, એ જ શુદ્ધ ચારિત્રી કહેવાય છે. જિનાજ્ઞા પ્રત્યે સાપેક્ષ ભાવ રાખનારા સાધકનું ચારિત્ર જ શુદ્ધ ચારિત્ર છે. આ બધું સમજવા, બુદ્ધિ સૂક્ષ્મ અને સ્વચ્છ જોઈશે. આપણી બુદ્ધિમાં પૂર્ણ ક્ષમતા કદાચ ના પણ હોય પણ જિનાગમો પ્રત્યે આદરભાવ તો અખંડ રહેવો જ જોઈએ.
જિનાજ્ઞાનો આદર એક દિવસ આપણને સૌને આજ્ઞાપાલન માટે સક્ષમ બનાવશે. આવી સક્ષમતા આપણે કેળવીએ-મેળવીએ એ જ મંગલ કામના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ *
* *
પત્રાવલિ Jain Education International 2010_03
૩૦૭ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org