________________
બાકીનું બધું જ અનર્થરૂપ છે.
માટે તો સમ્યગ્દર્શન સર્વ ગુણોમાં રાજા-મહારાજા તરીકે ગણાય છે. શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વોમાં રુચિ થવી એ જ સમ્યગ્દર્શન કે સભ્યશ્રદ્ધા કહેવાય. આત્મામાં અનંત ગુણો છે, એમાં દર્શનગુણ મુખ્ય છે. જ્ઞાન ભલે દર્શનમોહનીયનો ક્ષયોપશમ કરવામાં સહાયક હોય, પણ ભાઈ, શુદ્ધ તો સમ્યગ્દર્શનથી જ થવાય છે. ગમે તેટલું પરાકાષ્ઠાનું જ્ઞાન હોય કે ચારિત્ર હોય, પણ અંતરમાં જો શુદ્ધિ-શ્રદ્ઘા ન હોય તો તેનું કોઈ મૂલ્ય નથી. એકડા વિનાના કરોડો, અબજો મીંડાની કોઈ કિંમત હોતી નથી. સમ્યગ્દર્શન વિના બધા ગુણોની સમર્થતા અવરોધાય છે. માનો કે આપણે કહીએ કે ‘જિનાજ્ઞા પ્રત્યે અપાર શ્રદ્ધા છે'; તો જિનાજ્ઞાનુસાર પ્રારંભિક ક્રિયાઓ જેવી કે ઉકાળેલું પાણી, નવકારશી, ચૌવિહાર, છ આવશ્યક, યથાશક્તિ તપ, કષાય-વિષયનો ત્યાગ વ. આપણા જીવનમાં આવેલી હોવી તો જોઈએ ને !
"नादं सणिस्य नाणं, नाणेण विना न होन्ति चरण गुणाः । अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं || "
અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ન હોઈ શકે, જ્ઞાન વિના ચારિત્રગુણ ન હોઈ શકે, ચારિત્રગુણ વિના મોક્ષ ન થઈ શકે અને જેનો મોક્ષ નથી, તેને નિર્વાણ-પરમપદ નથી.
જ્ઞાન અને ચારિત્ર વિનાનું પણ સમ્યગ્દર્શન વખાણવા યોગ્ય છે, કારણ કે તે ક્લ્યાણ-માર્ગ પ્રાપ્ત કરાવનાર છે. જ્ઞાન અને ચારિત્ર ન હોવા છતાં શ્રી મરુદેવા માતા મોક્ષે ગયા છે અને શ્રી શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યગ્દર્શનથી આગામી ચોવીસીમાં પ્રથમ તીર્થક૨૫ણું પામવાના છે.
સમ્યગ્દર્શનનો શબ્દાર્થ અને ગૂઢાર્થ, વ્યુત્પત્તિ અને પરમાર્થની દૃષ્ટિએ, સમજી, વિચારી દરરોજ ચિંતનમાં લેવા જેવો છે.
(૧) મા પતિ ચ: સ: સભ્યસૃષ્ટિ - જે સાચું એ છે, માને છે તે સમ્યગ્દર્શન.
(૨) સમ્યા દૃશ્યતે યેન તત: સમ્પર્શનમ્ - જેના દ્વારા સાચું જોઈ શકાય છે, માની શકાય છે તે સમ્યગ્દર્શન.
(૩) તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્ - તત્ત્વયુક્ત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન.
(૪) આત્મશક્તિના વિકાસથી હેય અને ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ જાગે તે સમ્યગ્દર્શન. (૫) અરિહંતાદિ નવે પદોનું સ્વરૂપ પોતાનામાં છે એવી પ્રતીતિ, દૃઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન.
(૬) સર્વ જીવો પ્રત્યે સમદર્શીપણું તે સમ્યગ્દર્શન.
(૭) પરદ્રવ્યથી, પરભાવથી અળગા રહેવાની ઇચ્છા તે સમ્યગ્દર્શન.
(૮) આત્મા અને દેહનું ભેદ-દર્શન તે સમ્યગ્દર્શન.
ભાઈ, બહિર્જગતમાં જે સ્થાન અને માન ‘આંખ'નું છે, એ જ અંતર્જગતમાં સમ્યગ્દર્શનનું છે. સમર્પણ-શરણની શરૂઆત જો અરિહંતથી છે (અરિહંતે શરણ પવામિ), તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. આ એક માત્ર કારણે, જે જીવ જે ભવમાં સમ્યગ્દર્શન પામે તે એનો પહેલો ભવ
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૧૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org