________________
જ્યારે વ્યવહાર નય આત્માને સુરૂપ-કુરૂપ તરીકે વર્ણવી શકે છે. સુરૂપતા-કુરૂપતા તો કર્મજન્ય છે ને! આપણે બંને નયને માનવાના છે, માન્ય રાખવાના છે.
કુશળતામાં રહેજો.
* * * * પત્રાવલિ-૩૦
એકાંતની મનોકામના
*
લિ. આપનો ભાઈ, રજની શાહ
રવિવાર, તા. ૧-૩૧-૯૯
સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર.
ગયા પત્રમાં વ્યવહાર નય અને નિશ્ચય નયનું એક જ દૃષ્ટાંત મેં લખ્યું હતું. આ બંને ઉપર અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે. જૈનદર્શનની અનેક વિશેષતાઓને અનેકાન્ત દૃષ્ટિકોણના આઈનામાં સ્પષ્ટ ઉપસાવી છે. ઘણીબધી ખૂબીઓ વર્ણવી છે. ફરી ફરી મનન કરવાથી જ આવી વાતોનો મર્મ પામી શકાશે. આ કંઈ નવલકથા કે વાર્તા નથી. આ તો અતિ ગંભીર વિષય છે. ઊંડાણભર્યું તત્ત્વજ્ઞાન છે.
ભાઈ, દરરોજ આપણે દેરાસરે જઈએ છીએ (કમનસીબે, અમેરિકામાં તો ફક્ત રવિવારે જ) અને પરમાત્માના દર્શન પણ કરીએ છીએ, પણ ક્યારેય પરમાત્માની સામે ટગર ટગર જોઈ તેઓની આંખોમાં-ચક્ષુમાં-ઝાંક્યું છે ? ચક્ષુના સમંદરમાં કોઈ એવા દિવ્ય તત્ત્વનો અણસાર જોયો છે કે દર્શન કરીને તન-મન-નાચી ઊઠ્યા હોય ! દરરોજ દર્શન કરતાં કંઈ દિવ્યતાનો દેદાર ના સાંપડે ! પણ કોઈક દિવસ તો એમ થઈ આવવું જોઈએ ને કે “હે ભગવંત, હે જિનેશ્વર, મારી બધી જ મનોકામનાઓ આજે મહોરી ઊઠી - મારાં બધાં જ કાર્યો સિદ્ધ થઈ ગયાં.
પૃથ્વી પર જ્યારે સૂરજનાં સંખ્યાતીત કિરણોનો કાફલો ઊતરી આવે છે, ત્યારે અંધકારના બોરિયા બિસ્તર આપોઆપ ઊપડી જાય છે. જૈનદર્શનને જોઈને-જાણીને-સમજીને-દર્શન પામીને-કોઈ પણ વાતનો કે કોઈ પણ જાતનો સંદેહ-સંશય રહેતો નથી. બધાં સમાધાન સાંપડી જાય છે. બધાં ખુલાસા ખૂલી જાય છે આપોઆપ. પરમાત્માનું રૂપ જોયા પછી, સ્વરૂપની અનુભૂતિ માણ્યા પછી મનમાં કોઈ જ સંશય સંભવી ના શકે. સ્વરૂપની અનુભૂતિ સૂરજના અજવાળા જેવી હોય છે. સૂર્યોદયની માફક, પ્રારંભમાં આ અનુભૂતિ આછી હોય, પળભરની હોય, પણ પછી આ અનુભૂતિનો ઉઘાડ વધુ ને વધુ ખીલતો જાય છે. અનુભૂતિનું આગમન અનુભવરસના પાનમાં પલટાય છે. આ બધા માટે પ્રભુનાં ચક્ષુમાં અને ચરણોમાં મગ્નતા માણવી પડે.
શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં ડૂબેલું મન દિવ્ય-દૈવી તત્ત્વો તરફ પણ લાપરવાહ બની જાય છે. અનાસક્ત થઈ જાય છે. બીજાં કોઈ તત્ત્વોમાં એને રસ રહેતો જ નથી ! ‘મારા પર કોઈ દેવ-દેવી રીઝી જાય' આવી ઝંખનાનાં જાળાં-બાવાં જિનભક્તિના રંગમાં રંગાયેલા આત્માના હૈયે
પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org