________________
સમયે તેનો તે મુજબ અમલ થાય, અને તે અમલમાં આત્માનું આત્મકલ્યાણ સમાયેલું છે. માટે હવે આવું ચિંતવન કરી પૂ. બેનની વિદાયને આવી રીતે મૂલવશો. આવી મૂલવણીથી જ પૂ. મોટીબેને લીધેલ “સંથારો' નવપલ્લવિત, પુષ્પિત અને ફલિત થશે.
તમે આ ઘટનાને અનેકાના સ્વરૂપે નિહાળો. એક વધુ દૃષ્ટાંતથી તમને સમજાવું. મીઠા રસવાળી પાકી કેરીને જોઈને એક સંસારી વ્યક્તિના મોમાં પાણી આવી જાય છે, જ્યારે તે જ કેરીને એક વનસ્પતિના જીવ તરીકે જોઈને સાધુની આંખમાં પાણી આવી જાય છે. આવું ચિંતવન જ ચિત્તખિન્નતાને સ્થાને ચિદાનંદ ખુરાવે અને આંતરશુદ્ધિ અને આંતરવિકાસની અપેક્ષાએ ચિંદાનંદપણું અત્યંત આવશ્યક છે. આવી સતત વિચારધારા ચિત્તપ્રસન્નતા, ધ્યાનલક્ષિતાને અને ધ્યેયલક્ષિતાને પુષ્ટ બનાવે છે.
આપણે વિચારક્ષેત્રમાં અનેકાન, વચનવ્યવહારના ક્ષેત્રમાં સ્યાદ્વાદ અને સામાજિક તથા આત્મશાંતિના ક્ષેત્રમાં અપરિગ્રહપણાનું રૂપ પ્રગટાવવાનું છે.
મોહની પ્રબળતાને લીધે સંસાર વધતો જાય છે. ભાઈ, આ દેહ દ્વારા કાર્ય સાધી લેવાની મળેલી તક વારંવાર મળતી નથી. આવતો ભવ મનુષ્યનો મળે કે ના મળે? વિશ્વાસે બહું રહેવા જેવું નથી.
સરોવરનું દૃષ્ટાંત બંધબેસતું છે.
નિર્મળ મીઠા પાણીથી ભરેલું, ઉપશાંત રજવાળું તથા જલચર જીવોની રક્ષા કરતું સરોવર જે રીતે સમતલ ભૂમિમાં પણ પોતાના સ્વરૂપમાં મસ્ત રહી, જલપ્રવાહ અને તરંગોને પોતાનામાં સમાવી આત્મરક્ષા કરતું રહે છે.
તે રીતે આપણે પણ બુદ્ધિમાન, તત્ત્વજ્ઞ, જાગ્રત અને આરંભ-સમારંભરૂપ (દેશવિરતિ રૂપે) પાપકાર્યોથી વિરમવું જ જોઈએ. આપણે સરોવરના ઉપરોકત ગુણયુક્ત થવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
આપણે મુમુક્ષુ બની મધ્યસ્થ ભાવથી જીવનમાં બનતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરવું જોઈએ.
આવું સત્ય શ્રદ્ધાપૂર્વક વિચારવાથી આપણું અંતરાય કર્મ દૂર થશે અને તત્ત્વ સમજાશે, તો જ સમભાવ આવશે. સમભાવ એ તો સંયમાનુષ્ઠાનનો પાયો છે. સરલ આત્માની જ શુદ્ધિ થાય છે અને શુદ્ધ આત્મામાં જ ધર્મ સ્થિર રહી શકે છે. માટે હવે ભાઈ, સરલ બની જાઓ.
___ सम्मीलने नयनयोर्न हि किंचिदस्ति ।। આંખો મીંચાતાં તેમાંનું (અનુકૂળ કુટુંબ પરિવાર, મિલ્કત, વૈભવ વગેરે.) કાંઈ તારું નથી. શાતામાં રહેજો, અને સ્વસ્થતા કેળવજો.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
શ્રુતસરિતા Jain Education International 2010_03
onal 2010_09
૨૮O For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org