________________
મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે તો તીર્થસ્થાને શંખેશ્વર, પાલીતાણા વગેરે સ્થળોએ આપણને વિશિષ્ટ અનુભૂતિ થાય છે જ. આવાં મોટાં તીર્થોએ પ્રતિમાજીની પ્રાચીનતા, અંજનશલાકા, પ્રતિષ્ઠાવિધિ ઉપરાંત વખતોવખત અનેક જિનશાસન પરમ પ્રભાવક પ્રખર મહારાજાધિરાજા સમર્થ આચાર્ય ભગવંતો વડે દર્શન કરાયેલી હોય છે. આવું બધું, અહીં અમેરિકામાં ક્યાંથી લાવવું, મારા ભાઈ ?
મારું પણ પુણ્યબળ કાચું પડ્યું હોઈ અહીં આવવાનું થયું, પરંતુ આવી ખોટ જે મને સતત લાગ્યા કરે છે તે પૂરાય તેમ પણ નથી. મન મનાવીને રહેવું, પરંતુ અહીંની ધન્યતા અનુભવવા જેવી નથી. રંજ, શોક કે પશ્ચાત્તાપ અંતરમાં ધારણ કરવો, કે જેથી પુણ્યનો પુનઃ સંચય થાય અને આ ભવમાં આર્ય દેશમાં સ્થિર થવાની પુનઃ તક મળે અથવા આવતા ભવમાં કર્મભૂમિ અને આર્યદેશ પૂર્ણ ભવ પર્યત મળેલો રહે.
વધુ એક દૃષ્ટિએ. મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુલ,નીરોગિતા અને આયુષ્ય પ્રાપ્ત હોવા છતાં શ્રદ્ધા, સગુરુ અને શાસ્ત્રશ્રવણ પ્રાપ્ત થવા છતાં, સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. વિરતિની દુર્લભતા છે. વૈરાગ્ય ભાવ કેળવી વૈરાગ્યવિજય દુર્લભ છે, વૈરાગ્યવિજયના ઉપાયો પણ આગમો અને શાસ્ત્રોમાં પ્રાપ્તમાન છે. ઉપાયો ભારે લાગે છે, પરંતુ ખરેખર તેવું નથી. ઉપાયો હલકા છે, પણ આપણા મનની સ્થિતિ ભવાભિનંદી હોઈ ભારે છે,
પૂ. મોટીબેનનો પુણ્યશાળી આત્મા શાતામાં જ હશે. તમે શાતામાં આવી સત્વરે સ્વસ્થ બનો એ જ પરમ ભાવના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૧૪ આત્મદર્શનથી પામીએ સકળ પદારથ સિદ્ધ
શુક્રવાર, તા. ૩૧મી જાન્યુ., ૧૯૯૭ શ્રદ્ધેયશ્રી, જય જિનેન્દ્ર.
જિનેશ્વર ભગવંતો અને અનેક સમર્થ આચાર્યોના નશ્વર દેહની માફક પૂ. મોટીબેનના નષ્ટ નશ્વર દેહને આજે સમય વિતતો જાય છે અને વીતતો જશે; પણ તેઓનો અક્ષરદેહ આજે ય આપણે સંભારીએ છીએ. આ સંસારના પારિવારિક સ્વજનો સાથેનો સંબંધ અનેક ભવોથી ચાલ્યો આવે છે અને જો આપણે હજી કર્મ-સંબંધ તરીકે સમજીશું નહીં તો હજી યે આ સંબંધ ચાલ્યો જ રહેવાનો. - જો સંબંધ જ વિચારવો-સંભાળવો હોય તો જિનેશ્વર ભગવંત સાથેનો વિચારીએ. તેમની સાથે હું, તમે અને બધા એક સમયે ભૂતકાળમાં નિગોદમાં સાથે જ હતા, રમતા, જમતા વગેરે અને આજે
જ્યારે સિદ્ધસ્વરૂપી જિનેશ્વરની અને આપણી વચ્ચે અંતર કેટલું બધું પડી ગયું છે ? કારણ એક છે - મોહજન્ય અજ્ઞાન. તીર્થકરના જીવનની માફક આપણું જીવન પણ એક સ્વયં ઇતિહાસ બની જાય પત્રાવલિ
૨૮૩
શ્રુતસરિતા www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only