________________
છે. માટે, મનુષ્ય તરીકે જૈનદર્શન પામ્યા પછીના દર્શનનું જ મૂલ્ય છે. વળી, કેવળ આંખોથી પરમાત્માને જોવાના છે એવું નથી, આપણે તો અંતરાત્મા બનીને પરમાત્માનાં દર્શન કરવાં છે.
જિનેશ્વર ભગવંત કલ્પતરુ છે. “મો માગ્યું અને મન ચાહ્યું આપનારા છે. એક માત્ર આંતરિક અભિલાષાનું સેવન કરવાનું કે હે જિનેશ્વર ભગવંત ! આપનું દર્શન અને આપના પ્રબળ નિમિત્તથી અમારૂં મોહનીય કર્મ બળીને રાખ થઈ જાય. આપની કુશળતા ચાહું છું.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૨૬ આરાધકની દિનચર્યા
બુધવાર, તા. ૧-૨૭-૯૯ સમતાભાવના આરાધક, જય જિનેન્દ્ર.
શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી કોઈ પણ તીર્થકર આ ભરત ક્ષેત્રમાં અવતર્યા નથી કે આગળ હજારો વરસો સુધી અવતરવાના નથી. મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ તીર્થકરોની ઉપસ્થિતિ હોય છે જ. અત્યારે પણ ત્યાં ૨૦ તીર્થકરો સાક્ષાત્ વિચરે છે, પણ અહીંથી ત્યાં જવું સંભવિત નથી, સક્ષમ નથી. અહીંનું કોઈ વિમાન કે રોકેટ ત્યાં જઈ શકવાનું નથી. રોજ બદલાતા આ વિજ્ઞાન પર ભરોસો રાખીને બેસી રહેવા જેવું નથી. જિનવાણી પર શ્રદ્ધા, અપાર શ્રદ્ધા, અપૂર્વ શ્રદ્ધા રાખીને ચલાવવાનું છે, ચાલવાનું છે. આવી શ્રદ્ધા જ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ-ભક્તિની અભિવ્યક્તિ માટે માધ્યમ બને છે.
વહેલી સવારે નિદ્રાનો ત્યાગ કરીને, જમીન પર પલાંઠી વાળીને બેસીને સ્વચ્છ મન અને સ્વસ્થ તનથી જિનેશ્વર પરમાત્માનું સ્મરણ કરવું. ભાવપૂર્વક એમના ચરણોમાં નમસ્કાર કરવા અને સ્નાનાદિ ક્રિયાઓ કરી દેરાસરની તરફ આગળ વધવું. ત્રણ ભુવનના નાથના ચરણે જવું છે ને ? તન પણ સ્વચ્છ જોઈએ, વસ્ત્રો પણ શુદ્ધ અને સાફ હોવાં જરૂરી છે. પૂજનની સામગ્રી પણ ઊંચી જાતની અને શુદ્ધ જોઈએ. ભાઈ, જ્યાં પ્રીતિ હોય, ભક્તિ હોય, ત્યાં શુદ્ધિ, સ્વચ્છતા અને શ્રેષ્ઠતાનો ખ્યાલ રાખવો નથી પડતો, આપમેળે એ બધું થઈ જતું હોય છે.
દશ-ત્રિક તો આપશ્રી પરિચિત હશો. દેરાસરમાં પ્રવેશ્યા પછી આ દસ-ત્રિક સાચવવાની છે. (૧) નિસીહી (૨) પ્રદક્ષિણા (૩) પ્રણામ (૪) પૂજન (૫) અવસ્થા ચિંતન (૬) પ્રમાર્જના (૭) દિશિત્યાગ (૮) મુદ્રા (૯) આલંબન (૧૦) પ્રણિધાન.
આ દસે જાતની ક્રિયાઓ ત્રણ-ત્રણ વાર કરવાની છે, માટે શબ્દ “ત્રિક’ જોડવામાં આવ્યો છે.
પત્રાવલિ Jain Education International 2010_03
૨૯૯ For Private & Personal Use Only
શ્રુતસરિતા
rsonal Use Only
www.jainelibrary.org