________________
દિવ્ય દૃષ્ટિ જોઈએ. એનો સહારો અપેક્ષિત છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન જેવા દિવ્ય જ્ઞાનોનો ઊજળો ઊજળો પ્રકાશ આજે છે ક્યાં ? કોની પાસે આવા અજવાળાનો સૂર્યોદય છે ? તત્ત્વ ચિંતનના તાણાવાણા ગૂંથતા જ્યારે શંકાઓના સળ પડવા માંડે ત્યારે સમાધાન કોની પાસે જઈને કરવું ?
ભાઈ, મારી મતિ પ્રમાણે વિશિષ્ટ ક્ષયોપશમવાળા શાસ્ત્રજ્ઞ ૩૬ ગુણોના ધારકો પૂજ્ય શ્રી આચાર્ય ભગવંતો જ આધારભૂત છે. જેમની પાસે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન હોય, નિશ્ચય અને વ્યવહારની તલસ્પર્શી સમજ હોય, વળી જેઓ નિષ્કામ-નિસ્પૃહી જ્ઞાની હોય, એઓ જ કંઈક પથ-પ્રદર્શન કરી શકે !
ભલેને પરમાત્મા પાસે પહોંચવાની મંજિલ સુધી પહોંચતાં બે-ચાર જન્મોના જંગલને વટાવવા પડે. માર્ગ ખોજવાનો-ખોજી બનીને માર્ગ મેળવવાનો આનંદ પણ અદ્ભૂત હોય છે, એ તો જે મેળવે છે તે માણે છે, ખરું ને ભાઈ.
“માંહી પડ્યા તે મહાસુખ માણે,” આ ઉક્તિનો આ જ અર્થ છે.
*
* * *
પત્રાવલિ-૨૦
પરદેશગમન - પાપનો ઉદય
લિ. આપનો ભાઈ, રજની શાહ
૨૯૧
For Private & Personal Use Only
તા. ૧-૨૧-૯૯
સુજ્ઞશ્રી, જય જિનેન્દ્ર.
પૂ. પિતાશ્રી પાસે બેન સુખરૂપ પહોંચી ગયા છે. તેઓના પૂ. મમ્મીની અંતિમ વિદાય પ્રસંગે તેમના સ્વજનોને ભારતમાં રૂબરૂ મળવાથી તેઓ વધુ સ્વસ્થ સત્વરે થશે, તેમાં શંકા નથી.
જે પરમાત્માની સાથે પ્રીતની સગાઈ થઈ, અને જેની પાસે પહોંચવાની તીવ્ર ઇચ્છા પેદા થઈ. એમની સ્મૃતિ વારે વારે દિલના દરવાજે હળવા હળવા ટકોરા દે છે. ‘એને પામવા શું કરું ?' આવી ભાવનાનો જુવાળ ફૂટે છે ભીતરમાં !
જો સદેહે તીર્થંકર ભગવંત આ ધરતીતલ પર વિચરતા હોત તો આપણે અવશ્ય એમના ચરણોમાં પહોંચી જાત, એમની ભક્તિ કરત, એમની સેવા કરત, એમના અમૃત-વચનોના શ્રવણમાં ડૂબી જાત અને એમની આજ્ઞાઓનું પાલન કરવામાં જીવનની ધન્યતા માનત પણ આપણી કમનસીબી છે, ભાઈ, કે આજે વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ દેખાતા-જણાતા વિશ્વમાં ક્યાંય પરમાત્મા છે જ નહીં. એ તો જઈને બેઠા છે સિદ્ધશિલા પર, કાં પછી વિચરે છે મહાવિદેહ ક્ષેત્રમાં. પંચ પરમેષ્ઠિના પાંચ પદ પૈકી ત્રણ પદાધિકારી (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) તો વર્તમાનમાં પણ ભારતમાં વિદ્યમાન છે. ભારત જેવી આર્યભૂમિ છૂટવી અને અનાર્ય એવા અમેરિકામાં આપણું બધાનું આવી પડવું, એ આપણું પુણ્ય પાતળું પડ્યું અથવા પાપનો ઉદય થયો એમ નક્કી માનવું.
પત્રાવલિ
Jain Education International. 2010_03
શ્રુતસરિતા
www.jainelibrary.org