________________
મૂઢ છે, તે બહિરાત્મા છે. બહિરાત્મા દોષોથી ભરપૂર હોય છે, પાપોથી પ્રચુર હોય છે, કારણ કે પાપ-પુણ્યના ભેદને એની બુદ્ધિમાં જગ્યા નથી.
શરીરમાં રહેવા છતાંયે શરીરથી ભિન્ન રહીને જે સાક્ષીભાવે જીવે છે એ છે તે અંતરાત્મા “આત્મા જ કર્મોને બાંધે છે, આત્મા પોતે જ કર્મના ફળ ભોગવે છે, અને એ જ કર્મોનો નાશ કરે છે.’’ આ સિદ્ધાંત પર શ્રદ્ધા હોવા છતાં પણ અનેકાન્ત દૃષ્ટિકોણથી, નિશ્ચય નયની અપેક્ષાએ ‘આત્મા કર્તા-ભોક્તા નથી, પણ એ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે' – આવી વિચારણા, ભાઈ, અંતરાત્મા સતત કર્યા કરે છે. આવી સભાનતાના સહારે, આપણે પણ આપણી જીવનયાત્રાનો માર્ગ કાપવાનો છે. માનવું તો પડશે જ ભાઈ, કે આ સભાનતા જ આપણા શેષ જીવનમાં શાંતિ, સમતા અને સંવાદિતા લાવશે અને આપણે રાગ-દ્વેષ પર વિજયી બનીશું.
જે જ્ઞાનથી પરિપૂર્ણ હોય, પવિત્ર હોય, બધી ઉપાધિઓથી મુક્ત હોય અને અનંત ગુણોની ખાણ હોય તેને પરમાત્માનું સ્વરૂપ સમજવું. આ જ પરમાત્મ દશા - આ જ આપણું લક્ષ્ય. અંતરાત્મદશામાં જ પરમાત્મ-સ્વરૂપનું આકર્ષણ આત્માને ખેંચે છે. મારું એ સ્વરૂપ છે. મારે એ સ્વરૂપ પામવું છે, મેળવવું છે. મારા ગુણો અનંત છે. મારે મારા ગુણમય સ્વરૂપને મેળવવું છે.
“બહિરાતમ દશા તજી અંતર આત્મા રૂપ થઈ સ્થિર ભાવ,
પરમાતમનું હો આતમ ભાવવું આતમ અર્પણ દાવ !''
બહિરાત્મદશાનો ત્યાગ કરી, અંતરાત્મદશામાં સ્થિર બનવું અને ‘આત્મા એ જ પરમાત્મા’ છે આવી ભાવનાથી ભાવિત બનવું.
કુશળતામાં રહેજો એ જ મંગળ કામના.
* * * * * પત્રાવલિ-૨૩
આત્માનું પરમાત્માથી અંતર કેમ દૂર થાય ?
લિ. આપનો ભાઈ, રજની શાહ
પત્રાવલિ
Jain Education International 2010_03
સદ્ગુણાનુરાગી, જય જિનેન્દ્ર.
શરીરધારી જીવાત્માઓના ગયા પત્રમાં ત્રણ પ્રકારની વાતથી એક નવી જ્ઞાનદૃષ્ટિની ક્ષિતિજ ઉઘાડી મૂકે છે. ‘આત્મા એ જ પરમાત્મા છે' તો પછી બહિરાત્મા અને અંતરાત્માના ભેદ શા માટે? આત્મા અને પરમાત્માના વિભાગ શા માટે ?
રવિવાર, તા. ૧-૨૪-૯૯
હે વીતરાગ પ્રભુ, હું અંતરાત્મા છું, તમે પરમાત્મા છો. આપણી વચ્ચેનું આ અંતર કેવી રીતે દૂર થશે ? તમે તો હવે અંતરાત્માની ભૂમિકા પર આવી શકો તેમ નથી. હું જરૂર પહોંચી શકું તમારી ભૂમિકાની ભોમકા પર. મારે જ આવવું પડશે. હું આવવા માટે અતિ ઉત્સુક-આતુર છું, પણ પહોંચી
૨૯૫
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org