________________
પત્રાવલિ-૨૧
મોહનીયકર્મની ભયંકરતા
સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર.
શ્રી બેનની ભારત-યાત્રા સુખદાયી નિવડે તેવી ભાવના અને શુભેચ્છા. પૂ. મમ્મીની ગેરહાજરી ખૂબ સાલશે. પણ તેમની કાયમી વિદાયને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મૂલવવી જ પડશે.
પૂ. શ્રી આચાર્ય ભગવંતોની વાણી, મારા અનુભવ પ્રમાણે હંમેશાં અગમ-અગોચરના સંકેતો સૂચવતી જ વહેવાની. એમના એકે એક શબ્દની સોડમાં રહસ્યો સંગોપાયેલા હશે. આ રહસ્યોને સમજવા ઊંડાણમાં ઊતરવું પડે, અને ભાઈ, દરિયાની છીછરી સપાટીએ ક્યાં સુધી છબછબિયાં કરતા રહીશું ? અંદર...ઊંડે ઊંડે પણ ક્યારેક ઊતરવાની તમન્ના જગવવી પડશે ને ? દરિયાના કિનારે છબછબિયાં કરનારને, શંખ અને છીપલાં જ મળે; જ્યારે મરજીવા બનીને દરિયામાં ઊંડે જનારને જ ‘મોતી’ મળે. સાહસ વિના કશું સાંપડે છે પણ ક્યાં ? પરમાત્મને પામવાના માર્ગ પર સાહસિક હોય એ જ સ્વસ્થપણે ચાલી શકે ?
પત્રાવલિ
Jain Education International 2010_03
તા. ૧-૨૨-૯૯
‘દર્શન’ આ શબ્દ બહુ વ્યાપક રીતે વપરાય છે. દર્શનનો એક અર્થ થાય છે ‘જોવું’. બીજો અર્થ છે ‘સમ્યક્ત્વ’, તો દર્શનનો ત્રીજો અર્થ ‘મત-માન્યતા’ પણ થાય છે. પ્રથમ અર્થથી, આપણે પરમાત્માને પ્રત્યક્ષ જોવાની ઝંખના કેળવવાની છે; નજરોનજર જોવા છે, તેવો પાકો નિર્ધાર કરવાનો છે. બીજા અર્થથી, આપણે સૌએ ‘સમ્યગ્દર્શન’ શોધવાનું છે. ત્રીજા અર્થથી, તત્ત્વજ્ઞાનના આશક એવા આપણે સાચો માર્ગ-સાચો મત જાણવાનો છે. આ ત્રણે અર્થો ફલિભૂત ક્યારે થાય ? પહેલો અર્થ : નજરો નજર પરમાત્માને જોવાનું તો ત્યારે જ બને જ્યારે આપણને ‘કેવળજ્ઞાન' પ્રાપ્ત થાય. બીજો અર્થ સમ્યગ્દર્શન, મિથ્યાત્વના અંધકારને ઉલેચ્યા વિના અસંભવ છે. ત્રીજો અર્થ : સાચો માર્ગ, કોઈ સુયોગ્ય સુગુરુ માર્ગદર્શક વગર મળવો મુશ્કેલ છે.
ટૂંકમાં આ ત્રણે અર્થોના ફલિકરણ માટે આપણે જૈનદર્શનની તત્ત્વ-વ્યવસ્થાને અને વિચારવ્યવસ્થાને વ્યવસ્થિતપણે સમજવી પડે; અને આ સમજણ અર્થે નયવાદ અને અનેકાન્તવાદનું અધ્યયન અનિવાર્ય છે. સરળ તો નથી, પણ પ્રયાસ તો કરવો જ પડશે.
કર્મ-પ્રકૃતિને બરોબર સમજી ચાર ઘાતી કર્મોને હરાવવા-હઠાવવા પેંતરા રચવા પડશે. ચાર ઘાતી કર્મોના ડુંગર અડીખમ ઊભા છે. આત્મા જ્યારે આ ચારેનો નાશ કરે છે, ત્યારે એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને વીતરાગતા પ્રાપ્ત થાય છે. આપણું લક્ષ્ય, ભાઈ, અઘાતી તરફ વધુ છે. ત્યાંથી હટાવી ઘાતી પર ગોઠવવું છે. આપણો પ્રમાદ પણ ઘાતી કર્મોમાં જ છે; અઘાતી કર્મોમાં તો એક પણ સમયનો પ્રમાદ આપણે કરતા નથી. આ પરિસ્થિતિને પણ ઊલટાવી પડશે. ઘાતી કર્મો જ ‘કેવળજ્ઞાન'ને રોકે છે. આ ચારને જ ‘ચંડાળ ચોકડી' કહેવાય છે. અઘાતી જે તે ભવને આશ્રયી હોય છે, જયારે ઘાતી તો આપણને ચતુર્ગતિમાં ભટકાવનાર છે. મોક્ષે જતાં જો રોકતું હોય
૨૯૩
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org