________________
ત્રણ શબ્દોના અર્થને સમજીએ. (૧) અભય - ચિત્તના ચંચળ પરિણામ એટલે વિચાર, એને ભય કહેવામાં આવે છે. વિચારોની
ચંચળતા, અસ્થિરતા, પરિણામ, અધ્યવસાય, મનોભાવ કે વિચાર ક્વો, આ બધું “ભય' જ છે. જ્યાં સુધી આપણે જીવદ્વેષી અને જઠરાગી બન્યા રહીશું ત્યાં સુધી ભયના થડકારાથી આપણે મુક્ત નહીં બની શકીએ. આવા બધા “ભય'
નો અભાવ તેને “અભય' કહેવાય. (૨) અઠેષ - દ્વેષ એટલે અરુચિ - તેના બે પ્રકાર - મોક્ષમાર્ગ પ્રત્યે અરુચિ અને જીવો પ્રત્યે
અરુચિ મોક્ષ પ્રત્યે રુચિ નહીં હોય તો ચાલશે, પણ દ્વેષ કે અરુચિ તો ન જ હોવા જોઈએ. મોક્ષમાર્ગ અને જીવો - આ બંને પ્રત્યે અરુચિ કર્મબંધનું કારણ પુરવાર થશે અને ૮૪ લાખ જીવા યોનિના અતિથિ બની ભટક્યા જ કરવું
પડશે. (3) અખેદ - પોતપોતાની ભૂમિકા મુજબની ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું, કંટાળી
જવું આને ખેદ કહેવાય. પરમાત્મા પ્રત્યે પ્રીતિ થયા પછી, એમની સેવા માટે તત્પર બન્યા પછી થાક તો લાગવો જ ના જોઈએ ને ? અનુષ્ઠાન અને
ધમનુષ્ઠાન અવિરતપણે અથાગપણે-અખેદપણે કરવા જોઈએ. આ ત્રણેનું પરિણામ - (૧) પાપોનો નાશ થાય છે. (૨) પાપાનુબંધી અકુશળ કર્મ ઓછા થાય છે. (૩) આધ્યાત્મિક ગ્રંથોનું શ્રવણ-મનન થાય છે. (૪) નયવાદના માધ્યમથી, હેતુવાદની સહાય વડે ધર્મગ્રંથોનું અનુશીલન-પરિશીલન થાય છે. (૫) આત્માની આંતર વિકાસયાત્રાનો આરંભ થાય છે.
ભાઈ, આપ બન્નેનું ધર્મરાગીપણું અનુમોદનીય છે. ધર્મનો રાગ અને પ્રભાવ આપ બંનેના વ્યક્તિત્વમાં સ્પષ્ટ તરી આવે છે.
ક્રમિક આત્મવિકાસના અપરિહાર્ય સિદ્ધાંતને છેહ દઈને અન્ય પંથવાળા “અક્રમ વિજ્ઞાન'ની ઉટાંગ-પુટાંગ વાતો કરી ભોળી જનતાને ઉન્માર્ગે દોરે છે. તેમાંથી આપણે સતત ચેતતા રહેવાનું છે. ક્રમિક આત્મવિકાસનો સિદ્ધાંત જ સાચો સિદ્ધાંત છે, વિકાસ કદાપિ “અક્રમ' હોતો નથી.
લિ. આપનો ભાઈ, - રજની શાહ
શ્રુતસરિતા Jain Education International 2010_03
on 200
અને
૨૯૨ For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org