________________
પ્રત્યે મૈત્રીભાવ, સાધર્મિક પ્રત્યે વાત્સલ્યભાવ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગભાવ, રત્નત્રયી પ્રત્યે રતિભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ - આ બધા ભાવો વધુ ને વધુ પૂરક, પ્રેરક, પ્રબળ અને પ્રાગટ્યપૂર્ણ બને અને આપણે સૌ ધીમેધીમે પા-પા-પગલી પાડતાં પાડતાં મુક્તિ સુધી પહોંચી જઈએ એ જ શુભેચ્છા-પ્રાર્થના-અભ્યર્થના. મારા પ્રત્યે આપશ્રીએ દાખવેલ ભાવપૂર્ણ સ્નેહ બદલ હું ઋણી છું.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૧૭ આચાર વિચારનો સુમેળ
બુધવાર, તા. ૧૨-૧૫-૯૯ ગુણાનુરાગી,
પ્રણામ - જય જિનેન્દ્ર.
આજે આપશ્રીની સાથે ફોન પર વાત થઈ. ચિ. સેજલની ઉજ્જવળ કારકિર્દી જાણી ખૂબ ખૂબ આનંદ થયો. ચિ. સેજલને મારા અંતરના અભિનંદન અને તેના જીવનબાગમાં સદાય સુખ-સમૃદ્ધિની છાયા રહે અને તેના સઘળા મનોરથો પાર પડે તેવી પ્રાર્થના અને શુભેચ્છા અને આશીર્વાદ. સાચે જ તેજસ્વી અને સુશીલ સંતાન તરીકે ચિ. સેજલનો ગર્વ આપ બંનેને અપાર હશે. ગર્વ અને ગૌરવ બંને નિપજે તેવી તેની પ્રગતિ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.
પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ. સાહેબ જણાવે છે કે લીલા નારિયેળમાં ત્રણે વસ્તુ છે. રાગતેષ એ પાણી છે. સંસારી જીવોનું પાણી સુકાયું નથી. કોપરું એ આત્મા છે, એટલે ચૈતન્ય આત્મા દેહરૂપી કાચલીથી છૂટો પડ્યો નથી. છાલ એ શરીર છે. દેહને કંઈ પણ થાય એટલે દેહ સાથે ચૈતન્યને પણ કંઈ કંઈ થઈ જાય છે. ઘાતક ગયા એટલે રાગ-દ્વેષના પાણી સુકાઈ ગયાં. સિદ્ધાવસ્થા અશરીરી સ્વરૂપે છે, તે અવસ્થા ગમાડવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થા સમજવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સિદ્ધાવસ્થાનો આનંદ સમકિતીને આંશિક હોય છે. પવનના ઝપાટાથી રેતીનો મહેલ જેમ વેરવિખેર થઈ જાય છે, તેમ આયુષ્યના ઝપાટાથી આ સંસાર અદૃશ્ય થઈ જાય તે પહેલાં સાધના કરીને ચાર પ્રકારના મોક્ષ મેળવવા જેવા છે : (મોક્ષનો શબ્દાર્થ મુકાવું, છૂટવું) (૧) દષ્ટિમોક્ષ - ગ્રન્થિભેદ કરીને સમક્તિ પામતાં દૃષ્ટિનું બંધન છૂટે છે. પહેલાં જે ઊંધું
દેખાતું હતું, તે હવે સીધું દેખાય છે. (ર) રાગમોક્ષ - બારમા ગુણસ્થાનકે ક્ષીણમોહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં. (3) અજ્ઞાન મોક્ષ - તેરમે ગુણસ્થાનકે સયોગી કેવલીને અજ્ઞાન મોક્ષ થાય તે. (૪) પ્રદેશ મોક્ષ - દેહનું બંધન છૂટે તે - ચૌદમા ગુણસ્થાનક્તા અંતે. પત્રાવલિ
શ્રુતસરિતા
૨૮૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org