________________
આભારી છું. હવે તો હું પણ આપ બંનેના પરમ પ્રીતિ અને અનુપમ સ્નેહને આધીન થયો છું અને વખતોવખત મળવાનું થશે.
જેમણે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે આત્માની અનંત શક્તિનો પ્રકાશ કર્યો તથા અક્ષય, અનંત અને અવ્યાબાધપદની પ્રાપ્તિ કરી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંત આપ બંનેને અને પરિવારને ઊર્ધ્વગામી લક્ષ્ય સાધવામાં પરમ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે એ જ ભાવના-પ્રાર્થનાઅર્જુથના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
( પત્રાવલિ-૧૬ સંસારમાં ક્ષણનું સુખ અને મણનું દુઃખ ?
બુધવાર, તા. ૨૧ ઑકટોબર, ૧૯૯૮ સહૃદયી સ્વજનશ્રી તથા પરિવાર -
જય જિનેન્દ્ર - નૂતન વર્ષાભિનંદન.
શ્રી અરિહંત પરમાત્માએ ધર્મના ચાર પ્રકાર દર્શાવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ. આ ચારે વસ્તુ જીવનમાં આપણે વખતોવખત કરીએ છીએ, પરંતુ તેને ક્રિયા કહેવાય કે ધર્મ કહેવાય તે સમજવા જેવું છે. આપણે ર૦૦-૫૦૦ ડોલરનું દાન આપીએ, તો તે દાનક્રિયા થઈ કહેવાય, પણ જો પરિગ્રહની સંજ્ઞા તૂટે તો દાનધર્મ થયો કહેવાય. પાંચ તિથિ અને શનિવાર-રવિવારના દિવસે બ્રહ્મચર્ય પાળીએ તેને શીલક્રિયા કહેવાય, પરંતુ જ્યારે મૈથુન સંજ્ઞાનો નાશ થાય, ત્યારે શીલધર્મ થયો કહેવાય. એકાસણું, આયંબીલ, ઉપવાસ વગેરે કરીએ તેને તપક્રિયા કહેવાય, પણ જ્યારે આહાર સંજ્ઞાનો વેગ અને પ્રબળતા તૂટે કે છૂટે ત્યારે તપધર્મ થયો કહેવાય. એવી જ રીતે, પ્રભુની પાસે ગદ્ગદ અવાજે ક્રિયામાં એકતાન થઈએ તે ભાવક્રિયા થઈ, પણ પુણ્યના ઉદયથી મળેલો અનુકૂળ સંસાર કે પાપના ઉદયથી મળેલો દુઃખમય સંસાર - આ બંને પ્રકારના સંસાર અસાર લાગે ત્યારે ભાવધર્મ કહેવાય.
આ ભાવધર્મની ભવ્યતા, પ્રગટાવવા માટે પાયાની એક વાત સ્વીકારવી પડે કે સંસારમાં એક ક્ષણનું સુખ મેળવવા માટે મણનું પાપ કરવું પડે છે, અને ઉદયકાળે એક ટનનું દુઃખ આવીને ઊભું રહે છે. બીજો પણ એક અભિગમ - બીજા મને દુઃખ આપે છે એ નાસ્તિકની માન્યતા, મારા કર્મો મને દુઃખ આપે છે એ આસ્તિકની માન્યતા, અને મારા દોષો મને દુઃખ આપે છે, તે ધર્મીની માન્યતા છે. આમ, દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મ – આ ચારે ગુણ આપણામાં વસે ત્યારે ધર્મી કહેવાઈએ. આવા ધર્મી બનવાનો પાકો નિર્ધાર આજના શુભ દિને આપણે સૌ બાંધીએ.
પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસક્તભાવ, જીવો શ્રુતસરિતા ૨૮૬
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org