________________
ભાઈ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ઉદય જ આપણને કચડી રહ્યો છે. ચારિત્ર મોહનીયનો ઉદય જીવને વીતરાગતા થવા દેતો નથી. અને ચારિત્ર મોહનીયના ઉદયથી જીવને વીતરાગતા ગમતી નથી. દેહ અને આત્માનું એકમેકપણું છે. ક્રિયા પુગલમાં છે, પણ સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી ક્રિયા કર્યા વગર નહીં રહે. ખોટી ક્રિયાનું ફળ છે રખડપટ્ટી, સંસારનું પરિભ્રમણ. જેઓ ફક્ત શુદ્ધ-બુદ્ધ સ્વરૂપની વાતો કરે છે. તેઓ જ્ઞાનીના માર્ગનું ઉત્થાપન કરે છે, ઉડાડે છે, લોપ કરે છે. શુદ્ધ બુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સહાયક બનનાર, ભાઈ, ધ્યાન, જ્ઞાન, ક્રિયા, તપ, ત્યાગ આદિને ઉડાડી ન શકાય. વ્યવહારનો લોપ કરનાર તીર્થનો લોપ કરે છે, અને નિશ્ચયનો લોપ કરનારા તત્ત્વનો લોપ કરે છે; તીર્થ એ તત્ત્વને પામવા માટે છે.
આજે સર્વત્ર જ્ઞાનની બૂમો વધતી જવા પામી છે, તેટલી આચારની બૂમો નથી પાડવામાં આવતી. શ્રી વીતરાગ પરમાત્માએ તો આચારમાં અહિંસાધર્મ, વિચારમાં અનેકાન્તધર્મ અને જીવનમાં કર્મવાદ આપ્યો છે. આચારધર્મના પાલન વિના ગુણવિકાસ અને શુભભાવના વિકાસ અશક્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી સૂત્રકાર રમાવે છે “ઇશ્નો મંત્ર મુવિટું, ઢસા સંગમાં તવ ” અહિંસા, સંયમ અને તપ આ ત્રણ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા આત્માને સ્પર્શે છે, સંયમ દસ પ્રાણોને સ્પર્શે અને તપ કાયાને સ્પર્શે છે. અહિંસાનું પાલન કરવા માટે સંયમ પાળવો જોઈએ; અને સંયમનું પાલન કરવા માટે તપ કરવું પડે; અને તપ કરીએ એટલે અહિંસા આપોઆપ પળાય જ. મૈત્રી, પ્રમોદ, કરુણા માધ્યસ્થ (વિચાર ધર્મ) અને અહિંસા-સંયમ-તપ (અનુષ્ઠાન ધર્મ) દ્વારા જ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી ગુણ (ગુણધર્મ) પ્રગટ થાય છે.
આપ પરિવારના આત્મિક ગુણોની સંપત્તિ વધુ ને વધુ ખીલી ઊઠે, દીપી ઊઠે તેવી શુભ ભાવનાઓ સહ.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
( પત્રાવલિ-૧૮ માનવજન્મ મંગલ, મૃત્યુ કલંક છે ?
તા. ૧- ૧૯-૯૯ સહૃદયી સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. - શ્રી બેનના પૂજ્ય માતુશ્રીએ નશ્વર દેહ છોડ્યો. ઓચિંતું બન્યું તેથી હંમેશાં આઘાત વધુ લાગે. પરંતુ, બેન ભારત ગયાં છે, તે ઘણું સારુ. તેઓ પૂ. પિતાશ્રી તથા અન્ય સ્વજનોને રૂબરૂ મળીને પાછાં આવશે, ત્યારે તેમનામાં સ્વસ્થતા અને સ્થિરતા ઘણી આવી હશે. મારાં બેન, તેમની ગેરહાજરીમાં, તમારી સાર-સંભાળ રાખવાનું કહી ગયા છે. ફોન તો કરતો રહીશ. દરરોજ આપના ઘેર રૂબરૂ આવવાનું તો શકય નહીં બને, પણ પત્ર દ્વારા તો હું રોજ આવી શકું ને?
શ્રુતસરિતા
પત્રાવલિ
૨૮૮ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org