________________
તે જ લક્ષ્ય રાખવું છે. એટલે કે, ભાઈ, આવતી કે પછીની ચોવીસી કે તે પછીની ચોવીસીના ‘લોગસ્સ સૂત્ર'માં આપણું નામ આવે કે ના આવે, પરંતુ જીવનમાં અપૂર્વ સત્ત્વ બતાવી, સત્યપ્રકાશ પામેલાઓની યાદી સ્વરૂપ શ્રી ભરહેસરની સજઝાયમાં તો આપણું નામ આવવું જ જોઈએ.
“ભરહેસર બાહુ-બલી, અભયકુમારો અ ઢંઢણકુમારો.....''
વળી, તે પણ લક્ષ્યમાં લેવા જવું છે કે કોઈ ભવ્ય જીવે પુરુષાર્થ કરી મોક્ષગમન કરી આપણને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર કાઢી છેક આ મનુષ્ય ભવ સુધી વિકાસ કરવાની અપૂર્વ તક આપી, તો શું આપણે અન્ય કોઈ જીવને આવી તક પૂરી નહીં પાડીએ, અને તે માટે સમ્યગ્દષ્ટિ કેળવી મોક્ષદિશા તરફ જવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો, આપણે સાવ નગુણા તો નથી. તીર્થંકર જો બનવાનું લક્ષ્ય હોય તો તેમાં તો ‘સવિ જીવ કરું શાસનરસી'ની ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ ભાવના હોવી જોઈએ. આ પણ ઉચિત છે જ. તો પછી તીર્થંકર શ્રી મહાવીર સ્વામી તેઓના પૂર્વ ૨૭ ભવ કહે છે. અને જો હવે તમે ૨૭ ભવની અંદર તીર્થંકર થવાના હોય તો તમારે આ અમેરિકાના ભવનું પણ વર્ણન કરવાનું રહેશે. માટે પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સમ્યકત્વની વૃદ્ધિ કરવી જ રહી. તીર્થંકર પ્રભુની દેશના વેળાએ બાર પર્ષદામાં વર્તમાનમાં આપણે ૧૧મી પર્ષદામાં બેસવાનું આવે, ત્યાંથી સીધા પહેલી પર્ષદામાં બેઠકપ્રાપ્તિ માટે મોટો કૂદકો, મારા ભાઈ મારવો પડશે. મુશ્કેલ દેખાય છે, પરંતુ અશક્ય નથી.
કચ્છ જેવી ખમીરવંતી ભૂમિના તમે સપૂત છે. અને લક્ષ્મી, સરસ્વતી અને સંસ્કારિતાથી સુસજ્જ એવા માતા-પિતાને ત્યાં તમે જન્મ્યા છો, અને તેને જ કારણે, તમે તમારા જીવનમાં વ્યવહાર અને આદર્શનો, તેમજ જ્ઞાનયોગ-ક્રિયાયોગ અને કર્મયોગનો સમન્વય સધાયો છે, અને સહૃદયતા, નમ્રતા, સરળતા, ઉપકારક વૃત્તિ, ગુણગ્રાહક દષ્ટિ, વગેરે સદ્ગુણોથી જીવનને સુરભિત બનાવ્યું છે. “પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવનિધ,
પ્રભુ દરિશનથી પામીએ, સળ પદારથ સિદ્ધ.''
વ્યવહારથી ‘દરશન’ શબ્દનો અર્થ-દર્શન એટલે કે જૈનદર્શન, દેવદર્શન, (હૃદય) ચક્ષુ વડે દર્શન વગેરે થાય; પણ નિશ્ચયથી તો આત્મદર્શન જ અર્થ થાય છે; અને વળી ‘પ્રભુ’ એટલે વીતરાગદેવ એ તો વ્યવહારથી; પણ નિશ્ચયથી તો ‘આત્મા’ જ લેવાનો.
‘આતમ દરિશન સુખ સંપદા, આતમ દરિશન નવનિધ, આતમ દરિશનથી પામીએ, સફ્ળ પદારથ સિદ્ધ.''
પૂ. મોટીબેનના દેહવિલય નિમિત્તે પ્રારંભાયેલી આ મારી ભાવના-શ્રેણી આ પત્ર-પુષ્પથી અટકે છે. ‘રાજેશ’ નામ ના લજવાય અને મારો પુરુષાર્થ-ભાવના અફળ ના બને એ બંને તમારા પર છે. અમૃત-તત્ત્વ માટેની ઝંખના આપણા અંતરમાં વધુ ને વધુ પ્રબળ બની રહે તે જ અભ્રંથના. લિ. આપનો સ્વજન, રજની શાહ
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
*
* * * *
૨૮૪
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org