________________
પત્રાવલિ-૧૨
નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી.....
બુધવાર, તા. ૨૯મી જાન્યુ., ૧૯૯૭
શ્રેયસકર શ્રેયાર્થી શ્રી, જય જિનેન્દ્ર.
હે આત્મ, આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર જન્મ્યો છે અને મર્યો છે ! એક બિંદુ જેટલી પણ જગા એવી નથી કે જ્યાં તું જન્મ્યો ન હોય, જ્યાં તું મર્યો ન હોય. નીચેની સાતમી નરકથી માંડી ઉપર સિદ્ધશિલા સુધી જુદા જુદા નામે, જુદા જુદા રૂપે હું જન્મેલો છું અને મરેલો છું. પરમાણુથી માંડી અનંતાઅનંત પુદ્ગલ સ્કંધ સુધીના રૂપી દ્રવ્યો મેં ભોગવ્યાં છે ! બધું જ ભોગવ્યું છે..... છતાં કાયમ માટે ધરાયો નથી ! મને તૃપ્તિ થઈ નથી.
દુઃખનાં બે કારણો, બે માધ્યમ હોય છે. (૧) શરીર અને (૨) મન. આ બે માધ્યમોથી દુ:ખ બે પ્રકારનાં હોય છે. શારીરિક અને માનસિક. મન વિનાના જીવોને માત્ર શારીરિક દુઃખ હોય છે. મન વાળાને શારીરિક અને માનસિક દુ:ખ બંને હોય છે. મુકતાત્માને દુઃખના કારણભૂત મન અને શરીર નથી હોતાં, માટે તેમને દુઃખ ન જ હોઈ શકે - માત્ર સુખ જ હોય. આપણે બનવું છે મુક્તાત્મા, અને તે માટે આપણે સાંસારિક વિષાદ અને વ્યગ્રતાને ત્યજવી જ રહીને, ભાઈ.
ગૌતમ સ્વામીને તીર્થપતિશ્રી વર્ધમાન સ્વામી પરના રાગને કારણે તો કેવળજ્ઞાન અટકીને ઊભું રહી ગયું હતું. રાને તોડવો જ રહ્યો. તમારો અને પૂ. મોટીબેનનો સંબંધ આ ભવનો નહોતો, પણ ભવભવાંતરોનો હતો. લાંબા કાળથી પરસ્પર પ્રીતિને પ્રાપ્ત કરી હતી. તમે બંને એકબીજાના અનુગામી રહ્યા છો. ઘણા ભવોથી અનુવર્તન કરી રહ્યા છો. અને પ્રેમ ભરેલી દોરડીમાં પરસ્પર બંધાઈને રહ્યા છો.
આવું બધું ચિંતન કરવાથી, ભાઈશ્રી, તમે એ વાત સ્વીકારશો કે કેવળજ્ઞાન પ્રાપ્ત થવું સુલભ છે, પણ સમ્યગ્દર્શન પ્રગટ થવું ખૂબ મુશ્કેલ છે. આપણા અનાદિ કાળના અંતરંગ શત્રુઓ મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ છે. બાહ્ય શત્રુઓનો પરાભવ કરવો એ સહેલી વાત છે, પણ અંતરંગ શત્રુઓનો પરાભવ કરવો એ ઘણી આકરી વાત છે. મમતાની ગાંઠ ઢીલી થાય તો જ સમતાનું સ્થાન પ્રગટે પણ તે માટે જિનેશ્વર ભગવંતની વાણીને સાધનધર્મ તરીકે આચરણમાં મૂકવી પડે માટે જ જ્ઞાની કહે છે કે દર્શનાવરણીય કર્મના ઉદયજન્ય ચક્ષુનો અંધાપો સારો છે, પરંતુ મિથ્યાત્વમોહના ઉદયજન્ય અંતરનો અંધાપો મહાભયંકર છે.
માટે જ પૂ. મોટીબેનના વિદાયના દુઃખદ પ્રસંગે તમે વ્યવહારિક દૃષ્ટિને બાજુએ રાખી નિશ્ચય દૃષ્ટિ કેળવો. મહામહોપાધ્યાય પૂ. યશોવિજયજી ફરમાવે છે :
પત્રાવલિ
Jain Education International. 2010_03
“નિશ્ચય દૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર''
આપણે દૃષ્ટિમાં નિશ્ચય તો લાવવો નથી; પરંતુ નિશ્ચયની હદ આપણા આત્મામાં પ્રાપ્ત કરવી
૨૮૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org