________________
મીશન જાણે !
મારા અને તમારા જીવનમાં માતા-પિતા-ભાઈ-બહેનનો વિરહ તો આપણા આખા ય જીવનમાં થોડાક કે વધુ વર્ષોનો, પણ ભાવતિર્થંકરનો વિરહ તો આખાય ભવનો. આપણે આ ભવમાં જન્મ્યા ત્યાંથી મૃત્યુ પામીશું ત્યાં સુધી તેમનો વિરહ જ છે ને. તેમનો (અરિહંત) વિરહ સ્વજનોના વિરહથી વધારે લાગે છે કે ઓછો ? આના જવાબ ઉપરથી, આપણી સમ્યગદર્શનની કક્ષા નક્કી થઈ જશે. ભવસાગરથી પાર પડવું જ છે, અને પાર પડીને જ જંપીશું, એવો પાકો નિરધાર,
રરંતે શi vજ્ઞામિ – આ સૂત્ર વડે (અર્થ અને ભાવ બંને વડે) ચિંતા-સંતાપ અને સંક્લેશ મોળા પડી જશે અને ચિત્તમાં પ્રસન્નતા અને ભવ્ય સ્કૂર્તિનો અનુભવ થશે જ.
લિ. હંમેશાં આપનો,
રજની શાહ
પત્રાવલિ-૧૦ આશ્રવ નિરોધ એ ધર્મ
સોમવાર, તા. ૨૭મી જાન્યુ., ૧૯૯૭ આતમરામી ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
દરેક જીવ જ્ઞાનદર્શનાદિ ગુણોમાં રમણતા કરે એ આત્મા માટે ઊંચામાં ઊંચો ખોરાક કહેવાય અને તેવા પુરુષોને જ આતમરામી કહેવામાં આવે છે. આપણે તે જ બનવું છે. અધ્યાત્મનો અર્થ એટલે આત્માને ઉદ્દેશીને ધર્મક્રિયામાં પ્રવર્તવું. નિર્વિકલ્પ સ્થિતિ એ તેનો બીજો અર્થ. મહાપુરુષોએ, મનને માછીમારની ઉપમા આપી છે તે અંદરમાં સંકલ્પ-વિકલ્પની જાળ બિછાવીને તેમાં આત્માને એવો સપડાવી દે છે કે આત્માને પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનું ભાન જ રહેતું નથી અને તે જ મન જો અનિત્ય આદિ ભાવનાઓના ચિંતનમાં લાગેલું હોય તો મન કલ્યાણ મિત્રનું કામ કરે છે. સૂત્રકાર ભગવાન ફરમાવે છે :
अगं जाणई सो सव्वं जांणई એક આત્માને જેણે જાણ્યો તેણે સર્વ કાંઈ જાણ્યું. જ્યાં પાયો અને ચણતર મજબૂત છે ત્યાં મોક્ષનો મહેલ ઊભો થવાને કોઈ વાર નથી લાગતી.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્ગથ ગુરુજનોનો આપણા પર અપાર અનુગ્રહ છે. અને તેનાથી જ આપણું આત્મવીર્ય આટલું ઉલ્લાસ પામ્યું છે. પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ એનું જ નામ: સર્વવિરતિ. ભાઈ, દ્રવ્ય સર્વવિરતિ તો આ દેશમાં શક્ય નથી, પરંતુ ભાવ સર્વવિરતિ તો ચોક્કસ લઈ શકાય. પણ તે માટે સૌ પ્રથમ આપણે ભાવ દેશવિરતિમાંથી ઉપર ઊઠવું પડે ને. અવિરતિનો પર્યાયાર્થી શબ્દ જ “આશ્રવ’ છે. આશ્રવ જ પ્રમાદને નોતરે છે. અને પ્રમાદ આવતાં જ આત્મભૂમિ પર કર્મશત્રુઓ શ્રુતસરિતા ૨૭૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org