________________
આપણને બધાને, જિનવાણી-શ્રવણ કરવાના પ્રભાવે જડ અને ચેતન (દેહ અને આત્મા)નું ભેદજ્ઞાન થયું હોય તો તે શબ્દરૂપે હોય છે; પણ માન્યતા તે પ્રમાણે પણ કરવી પડે જ. જ્ઞાની જણાવે છે કે
सम्यग्दर्शन पूतात्मा रमते न भवोदधौ । સમ્યગુદર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારમાં રમતો નથી. ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે સંસાર છોડી સર્વવિરતિ લઈ શકે નહીં, પરંતુ સંસારમાં રમણતા તો સમ્યગ્દર્શની જીવ દાખવે જ નહીં. પોતાનું કામ પોતાના ઘરને સંભાળવાનું છે. અવિરતિનો બીજો અર્થ પારકી પંચાત છે. પારકી પંચાત ટળે એટલે કે અવિરતિમાંથી દ્રવ્ય સર્વવિરતિ કે ભાવ સર્વવિરતિ આવે, આવે અને આવે જ.
આવી સમજણની ડાહી ડાહી વાતો, ભાઈ, હું અને તમે સ્વાધ્યાયમાં અને સત્શાસ્ત્રના સંગમાં ઘણી વાર કરીએ છીએ, પરંતુ સુવર્ણના પ્રમાણ કરતાં આપણામાં માટીનું પ્રમાણ વધતું ચાલ્યું છે. આત્મશક્તિ કરતાં કર્મશક્તિનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. માટે જ આત્માના સ્વાભાવિક તેજ નષ્ટ થતાં ચાલ્યા છે. આપણા આત્માના પ્રત્યેક પ્રદેશે અનંતજ્ઞાનાદિ શક્તિ ભરેલી હોવા છતાં, વીતરાગની અપેક્ષાએ, આપણે કેવા તદ્દન ભિખારી જેવા લાગીએ છીએ !
આત્માની સંપત્તિનું લીલામ કરનારા અને કરાવનારા જાલીમ દુશ્મનોને (મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ) દુશમનો તરીકે હજુ આપણે ઓળખ્યાં નથી; બલ્ક એ શત્રુઓમાં મિત્રતાની બુદ્ધિ રાખીએ છીએ. આનાથી વધુ આપણું શું દુર્ભાગ્ય હોઈ શકે ! સંસારવૃક્ષને નવપલ્લવિત રાખનાર જો કોઈ હોય તો આ ત્રણ જાલીમ દુશ્મનો જ છે.
પૂ. મોટીબેને વિદાય લીધી. આપણે સૌ કોઈ એક દિવસે, આયુષ્યકર્મ પૂર્ણ થતાં, વિદાય લઈશું. સ્વજન એવા પૂ. દેવકાબાઈ બેનના જીવનમાંથી કંઈક એવું મેળવીએ કે જે ભવોભવ ઉપરને ઉપર લઈ જાય. બાકી તેમના વિરહ અને વિષાદ માટે તો સમય એ જ દવા છે. સમય જતાં બધું વિસારે પડી જાય છે. મારા પિતાનું મૃત્યુ ૪૨ વર્ષ અગાઉ થયું હતું. હવે અમે બધા તેમની વાર્ષિક પુણ્યતિથિએ વર્ષમાં એક વાર ભાવપૂર્વક અને ભારપૂર્વક યાદ કરીએ છીએ. પૂ. મોટીબેને “સંથારો' લઈ વોસિરાવી દીધા. તેમાંથી આપણે એ શીખવાનું કે આપણે પણ દરરોજ રાત્રે સૂતી વેળાએ બધું ય વોસિરાવી દેવાનું; એટલી છૂટ રાખીને કે જો હું સવારે પથારીમાંથી ઊઠું, તો બધું જ યથાવત્ ભોગવવાનું. અને વધુ રાત્રે સૂતી વેળાએ પચ્ચખ્ખાણ, એટલે વોસિરાવ્યાથી અપરિગ્રહી અને પ્રત્યાખ્યાનથી વિરતિપણું. આ બે સ્થિતિમાં જો કદાચ આયુષ્ય પૂર્ણ થઈ પણ જાય ને, તો ગતિ તો ઉચ્ચ નક્કી જ અને સાથે સાથે આ ભવમાં કરેલ આરંભાદિ અને પરિગ્રહાદિની રાવી પરભવમાં પહોંચે નહીં. આવી અનેક વાતો, પૂ. બેન પાસેથી શીખવાની છે. તેમના જીવનની ઘટનાઓને યાદ કરી જીવનમાં ઉતારજો. મારા લાયક ઉતારવા જેવી હોય તો મને પણ જણાવશો. હું પણ અવશ્ય ઉતારીશ.
परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् ।
अभ्यायान्ति श्रियस्तेषां, स्वयंमेव स्वयंवराः ।। જે પવિત્ર મનવાળા પુરુષોને પારકું ગ્રહણ નહિ કરવાનો નિયમ હોય છે, તેઓને પોતાની મેળે જ લક્ષ્મી (મોક્ષ) સ્વયંવરા થઈને ચાલી આવે છે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
શ્રુતસરિતા Jain Education International 2010_03
પત્રાવલિ www.jainelibrary.org
For Private & Personal Use Only