________________
જયકુંજર હાથીની વિશેષતા ભગવતી સૂચના આધારે-૧૦ સંવત ૨૦૦૫માં Edison, NJ માં અને ન્યુયોર્ક સંઘમાં પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની સાથે નવાંગી ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજીએ કરેલ “જયકુંજર હાથી'ની સાંગોપાંગ સરખામણી-તે વિષય ઉપર પાંચ કલાકની સ્વાધ્યાય-શિબિર કરાવવાનો લાભ મને મળેલ, તેની સામાન્ય નોંધ.
આ સરખામણી સ્પર્શતી હોઈ, કંદમૂળ ત્યાગનો નિયમ હોય અથવા ઓછામાં ઓછા એક વર્ષ માટે કંદમૂળ ત્યાગનો નિયમ લેવા તૈયાર હોય, તેવી વ્યક્તિને જ આ સ્વાધ્યાયમાં પ્રવેશ આપવાની જાહેરાત મેં અગાઉથી કરેલ. આ પૂર્વશરત સ્વીકારી, ૨૫૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ એ નિયમ લેવાની તૈયારી દર્શાવી આ સ્વાધ્યાયનો લાભ લીધો હતો.
ત્રણ પ્રકારના દેવતા (અભીષ્ટ, અભિયુક્ત અને અધિકૃત) એટલે કે અનુક્રમે દેવ, ગુરૂ અને ધર્મને વંદન કરી ભાવશ્રુતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન દ્રવ્યશ્રુતમય બાહ્મી લિપિને બહુમાનપૂર્વક નમસ્કાર કરી સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો હતો. જેઓશ્રીના પ્રવચનોના આધારે વિષય કથાવસ્તુનું નિરૂપણ કરેલું. પરમ પૂજયશ્રી વિજયધર્મસૂરિ મહારાજ સાહેબને પણ વંદન કર્યું હતું.
અનંતકાય ભક્ષણના ત્યાગનું મહત્વ પ્રારંભિક સમજાવતાં કહ્યું હતું કે જિનાજ્ઞા ચારે પ્રકારની મોક્ષરસિક આત્માએ ચારે પ્રકારની જિનાજ્ઞા જીવનમાં પાળવી જોઈએ. (૧) સાંભળવા યોગ્ય સાંભળવું.
(૨) પ્રશંસા યોગ્ય પ્રશંસવું. (૩) ત્યાગવા યોગ્ય ત્યાગવું.
(૪) આચરવા યોગ્ય આચરવું. પુરૂષાર્થની બે શક્તિ ઉપર વધુ ભાર મૂક્યો હતો : (૧) ચેતનાનો વિકાસ = જ્ઞાનની પ્રાપ્તિ (૨) વીર્યનો વિકાસ = જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું.
અભણ્યનું ભક્ષણનું કારણ મુખ્યત્વે રસાસક્તિ છે, કે જે આત્માને અત્યંત અનર્થકારી છે. જયાં આસક્તિ, ત્યાં ઉત્પત્તિ'ની ચેતવણી પણ આપી હતી.
શ્રી ભગવતીજી સૂત્રની ઉત્પત્તિ, સૂત્રરચના, પ્રશ્નો પૂછનાર વ્યક્તિઓને નામો, સૂત્રશ્રવણની વિધિ, વાંચન-શ્રવણ માત્ર સાધુ ભગવંતોનો જ અધિકાર વિ. જણાવ્યા બાદ, સિચાણાને ત્યાં ત્રણ જ્ઞાન સહિત જન્મેલ આ હાથી, જેનું પ્રથમ નામ “સેચનક’ હતું, તે હાથી રાજા શ્રેણિકના દરબારમાં આવ્યા પછી તેનું નામ “જયકુંજર' પડયું હતું. આ જયકુંજર હાથીની લાયકાત, લક્ષણો, વિલક્ષણો, વિશેષતાઓ વિ. શ્રી શ્રેણિક પુત્રો હલ્લ-વિહલ્લના દૃષ્ટાંત સહિત મેં સમજાવી હતી.
શ્રી ભગવતીજી સૂત્ર રૂપી જયકુંજર હાથીની બરોબર મદદ લઈ મોહરાજાને પરાજય પમાડવાની બુદ્ધિ જાગે, તે એક માત્ર આશય આ શિબિરનો હતો. મોહરાજાએ આપણી પાસેથી સમ્યક રત્નત્રયી લૂંટી લઈ આપણને ચાર ગતિરૂપ ખાડામાં ફેફી દીધા છે. તે રત્નત્રયી પાછી મેળવી આપણે સ્વદેશગમન (સિદ્ધશિલાગમન) તરફ પ્રગતિ કરવાનો નિર્ધાર કરવો જોઈએ. | શ્રી ભગવતીજી સૂત્ર અને હાથીની સરખામણીમાં પ્રથમ પરસ્પર ગુણોની સરખામણી મેં સમજાવી હતી. પરિશિષ્ટ
૨૫૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org