________________
હોય તે સંવેદન છે. શુદ્ધ-બુદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ, તમારે અને મારે વળી બે દીકરા શાના ? બંને દીકરા પણ કર્મજન્ય સંબંધને લીધે તમારા ઘેર જન્મ લઈને આવ્યા છે. બાકી, તમારા અને મારા બંને દીકરા પોતે સ્વતંત્ર જીવ છે અને પોતપોતાના કર્મોના કર્તા અને ભોક્તા છે.
પૂ. મોટીબેનનો દેહ કે આપણા બધાનો દેહ પુદ્ગલ હોઈ તેનો સ્વભાવ સડણ, પડણ અને વિધ્વંસણનો છે. પૌદ્ગલિક શરીરને દર્દી લાગે. પુદ્ગલ જ મહાદગાખોર છે. તેના પર વિશ્વાસ રાખવા જેવો નથી.
શ્રી આનંદઘનજી ફરમાવે છે
યે પુદ્ગલકા ક્યા વિશ્વાસા, હૈ સ્વપ્નકા વાસા રે, ચમત્કાર વીજળી દે જૈસા, પાની બીચ પતાસા રે.
એક રીતે જોતાં, ભાઈ, પુદ્ગલો જડ હોવા છતાં તમારા, મારા, બધાનાં ચેતન સ્વરૂપ આત્માને ચાર ગતિરૂપ સંસારમાં વિવિધ પ્રકારના નાચ નચાવી રહ્યાં છે. આત્મા અનંત શક્તિનો ધણી હોવા છતાં પુદ્ગલ તરફના તીવ્ર રાગ-ભાવને લીધે આપણે કેવા કાયર બની ગયા છીએ. જરાક અશાતાનો ઉદયકાળ જાગે ત્યાં આત્મા ગળિયા બળદ જેવો બની જાય છે. આપણે જો સ્વરૂપમાં સાવધાન બનીએ તો આત્મા ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ મનની સમાધિને ટકાવી રાખી શકાશે.
મારા ભાઈ, સમ્યક્દષ્ટભાવવાળા તમે છો; અને ખબર છે ને કે સમ્યક્દષ્ટિના ભાવના ચિત્તનો પ્રવાહ મોક્ષરૂપ ઊંચાણવાળા પ્રદેશ તરફ હોય છે.
શ્રી ચિદાનંદજી મહારાજ –
પુદ્ગલ ભાવ રુચિ નહિ, તામે રહે ઉદાસ, સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ. तरति शोक आत्मवित् ।
આત્માને જાણનારા મનુષ્યો શોકને તરી જાય છે, અને તેમનામાં આત્માનંદ એવો પ્રગટે છે કે તેમનો આખો બાકીનો અવતાર આનંદમય થાય છે. મૃત્યુલોકમાં રહીને પણ જીવનમુક્તિના આનંદને અનુભવાય છે. પરમાત્માની ભક્તિનું આ જ ખરેખરું આખરી રહસ્ય છે.
કુશળતામાં રહેજો. અગાઉના જેવો હસતો, પુલિંકત તમારો ચહેરો મારે નિહાળવો છે.
લિ. આપનો ભાઈ, રજની શાહ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૨૭૨
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org