________________
ધીમે, બેનની વિદાયને સ્મૃતિપટ પરથી દૂર કરી સ્વસ્થ બનતા જાઓ. પૂ. બેન, દેવલોકમાં પ્રાપ્તમાન ભવપ્રત્યય અવધિજ્ઞાનથી તમને શોક કરતા નિહાળે, તો તેમને કેટલું દુઃખ અને વેદના થાય ? તેમના ભવ્ય આત્માને અપાર શાતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના તમે ધ્યાનમાં બેસી જિનેશ્વર પ્રભુને કરો. એક કડી યાદ કરાવું, ભાઈ -
નરક નિગોદનાં મહાદુ:ખોથી, તેં પ્રભુ અમને ઉગાર્યા; ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલેને વિસાર્યા.
સાચે જ, આપણે આપણને જ વિસારી દીધા છે. જિનેશ્વર ભગવંતના પવિત્ર ચરણકમલ પ્રત્યે સદાય આપણા અંતરમાંથી શ્રેયને કરનારી ભક્તિનું ગાન રેલાતું રહે એ જ ઝંખના-પ્રાર્થના અને અભ્યર્થના
લિ. આપનો ભાઈ, રજની શાહ
* * * પત્રાવલિ-પ
હું દેહાદિથી ભિન્ન શુદ્ધાત્મા છું
બુધવાર, તા. ૨૨મી જાન્યુ., ૧૯૯૭
સુજ્ઞ શ્રેયસકર શ્રાવક ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
“હું સ્વજનોથી, પરિજનોથી, સંપત્તિથી અને શરીરથી જુદો છું એમ વિચારવું, જેની આ પ્રકારની નિશ્ચિત મતિ હોય છે, તેને શોકરૂપી કલિ દુ:ખી કરતો નથી.
ભાઈ, પ૨ને સ્વ માનવાની ભૂલ આજકાલની નથી. આ ભૂલ અસંખ્ય જન્મોથી આપણે બધાં કરતા આવ્યાં છીએ. મને સ્વજનો સુખ આપશે, સ્વજનો સાથે રહ્યો, એમની સાથે પ્રેમ કર્યો, સ્નેહ બાંધ્યો. મને લાગ્યું કે ‘ઓહો ! આ સ્વજનો, માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન કેવાં પ્રેમાળ છે! કેવાં હેત વરસે છે ! પરંતુ જ્યારે સ્વજનનું અવસાન થયું ત્યારે તેમના વિરહની વેદનાએ આપણા હૃદયને વલૂરી નાખ્યું. એક વાત, બરોબર મનમાં ઠસાવી દેજો કે સ્વજનો, પરિજનો, સંપત્તિ અને શરીર સાથેનો સંબંધ કર્મજન્ય છે. કર્મની નિર્જરા જો કરવી હોય તો રાગ-દ્વેષ કે શોક-ઉદ્વેગની સ્થિતિમાંથી બહાર આવવું જ પડશે. તો જ બહિરાત્મ સ્વરૂપમાંથી અંતરાત્મ સ્વરૂપમાં અને ત્યાંથી પરમાત્મ-સ્વરૂપ તરફ પ્રયાણ થશે.
વ્યવહારમાં, ભાઈ, કોઈ તમને પૂછે કે ‘તમારે કેટલા દીકરા છે ?’ તમે પ્રત્યુત્તર આપો કે ‘મારે બે દીકરા છે’ - તો આવા જવાબ માત્રથી બહિરાત્મા નથી થઈ જવાતું, પણ ઊંડે ઊંડે જો તેનું સંવેદન થયા કરતું હોય તો તે બહિરાત્મભાવ છે. અંદરના સંવેદન ઉપર ઘણો મોટો આધાર છે. જેમ મંદી ઘૂંટાય તેમ તેનો રંગ જામે છે, એવી રીતે અંતરમાં જે ઘોલન થતું હોય છે, અંતઃકરણમાં જે સંવેદાતું પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
૨૭૧
For Private & Personal Use Only