________________
એકલો જ છું – આ, સત્યને આત્મસાત કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત થતા રહેવાનો પ્રયત્ન કરવો; અને અંતે આત્માએ અદ્વૈત ભાવની મસ્તીમાં મસ્ત બની જવું. “સહુની વચ્ચે પણ અંતરથી સહુથી અળગા' આ જીવન-સૂત્ર બનાવીએ ને તો, જીવવાની મજા આવી જાય તેમ છે, નિત્ય અને શાશ્વત ગુણસમૃદ્ધિ મેળવવાની આ ચાવી છે. કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે', એ સ્તવનમાં છેલ્લી કડીમાં સત્ય પ્રકાશે છે - માટે સ્વીકારો શરણું સાચું, દુનિયાનું મેલો શરણું કાચું,
ભજો વીતરાગને મથી મથી રે.....” ભાઈ, વીતરાગશરણ જ આપણને ક્ષયોપશમ સમ્યકત્વમાંથી ક્ષાયિક તરફ લઈ જશે, અને આપણું લક્ષ્ય તો એ જ છે, તો પછી લક્ષણો એવા કેમ નહીં!
પૂ. મોટીબેનની વિદાય વસમી અને ઘેરી ત્યાં સુધી તમને લાગ્યા જ કરશે, જયાં સુધી તમે તમારી નજર તેઓશ્રીના પર્યાય પરથી ખસેડશો નહીં. આપશ્રીનાં પૂ.બેનને મળવાનું સન્નસીબ મને તો પ્રાપ્તમાન થયું નહોતું, પરંતુ આવાં ભવ્યજીવો તો આવે અને જાય. તેમના આત્મ-દ્રવ્યને નજર સમક્ષ રાખી તેની નિત્યતા વિચારતાં વિચારતાં હજી આગળના ભવોમાં ક્યાંક તો મળીશું, અને કદાચ ના મળાય તો સિદ્ધશિલાએ તો અવશ્ય મળીશું. કોઈ ભવ્ય જીવે પુરૂષાર્થ કરી મોક્ષે જઈ આપણને નિગોદમાંથી બહાર નીકળવાની તક આપી, તો શું આપણે પણ પુરૂષાર્થ કરી મોક્ષે જઈ બીજા એક જીવને નિગોદમાંથી બહાર નીકળવાની તક નહીં આપીએ ! આપણે નગુણા તો છીએ જ નહીં ! માટે, પૂ. બેનને છેવટે ત્યાં મળીશું, તેમ મનને મનાવજો, અને અધ્યાત્મની ઊંડી સમજણદશા જે આપનામાં પ્રગટેલી છે તેને સંસારના આવા નિયત પ્રસંગો કે ઘટનાઓ ઝાંખપ લગાડી ના જાય કે આપના આધ્યાત્મિક પ્રાગટ્યપણામાં ઘટાડો કરી ના જાય, તે બહું જ સાચવવું. “ઘેરો વિષાદ' એ વીતરાગ ઉપરનું ખરું બહુમાન નથી; સાચું બહુમાન તો ભવનિર્વેદ' છે; નિત્ય તરફ નિત્ય દષ્ટિ અને અનિત્ય તરફ અનિત્ય દષ્ટિ એ સમ્યકત્વનું લક્ષણ છે.
ભાઈ, જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ - આ પ્રવાહથી કોઈની આદિ નથી, તેમ જ અરિહંતથી આગમ અને આગમથી અરિહંત એમ સમજવું. બેમાંથી કર્યું પહેલું તેની આદિ નથી, માટે અનાદિ છે. અને તેથી જ કહે છે કે અરિહંત એટલે કે સર્વજ્ઞ હંમેશાં વચનપૂર્વક હોય અને આગમ-વચન હંમેશાં સર્વાપૂર્વકના જ હોય. ખરું ને મારા, રાજેશભાઈ.
લિ. આપનો,
રજની શાહ * * * * *
(
પત્રાવલિ
09
૨૬૯ For Private & Personal Use Only
શ્રુતસરિતા W w .jainelibrary.org
Jain Education International 2010_03