________________
દેશાવગાસિક વ્રત તથા ચૌદનિયમાવલિ
દેશમાં અવકાશ તે દેશાવકાશ. તેના સંબંધવાળું તે દેશાવકાસિક. અહીં ‘દેશ’ શબ્દથી દિવિરતિવ્રત વડે મર્યાદિત કરેલો દિગ્-પરિમાણનો એક ભાગ અથવા કોઈ પણ વ્રત-સંબંધી કરવામાં આવેલો સંક્ષેપ સમજવાનો છે. ‘અવકાશ’ એટલે અવસ્થાન; અર્થાત્ કોઈ પણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં-દેશમાં સ્થિર થવું, તે દેશાવકાસિત વ્રત છે. તેનું પાલન એક મુહૂર્તથી માંડીને અનુકૂળ તેટલા દિવસો માટે એક પથારી, એક મકાન કે એક નગરનો નિયમ કરવાથી થઈ શકે છે. આ વ્રતનું સમાચરણ કરવા માટે શ્રાવકે પ્રતિદિન નીચે દર્શાવેલ ચૌદ નિયમો ધારવા જોઈએ.
જગતમાં જે જે પદાર્થો છે, તે બધા આપણા ભોગોપભોગમાં આવતા નથી. તે છતાં, તે તે પદાર્થોના આરંભથી થતા દોષો અવિરતિપણાથી આપણને લાગે છે. માટે, આ નિયમો ધા૨વાથી બાકીના ન વપરાયેલા પદાર્થોની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાય છે, તેટલો લાભ ગણવો. વધુમાં, જીવોની હિંસામાં ઘટાડો, રસનેન્દ્રિય ઉપર વિજેતાપણું, કામ-ચેષ્ટાની શાન્તિ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, અપરિગ્રહની ભાવનાનો વિકાસ આદિ અનેક લોકોત્તર ગુણોની આ નિયમો દ્વારા ખિલવણી થાય છે, કે જેનું પરંપરાએ ફળ મોક્ષ પ્રાપ્તિ છે, અવિનાશી પદ છે.
સવારે : આખા દિવસમાં જેટલી જરૂર લાગે તેટલી વસ્તુઓની છૂટ રાખી બાકીની વસ્તુઓનો નિયમ કરવો. તેનું નામ ‘નિયમ ધાર્યા' કહેવાય.
સાંજે : સવા૨ે ધારેલા નિયમોનું બરોબર પાલન થયું છે કે નહીં, તેનો, વિગતવાર વિચાર કરવો તેને ‘નિયમ સંક્ષેપવા' એમ કહેવાય છે. આ જ રીતે, રાત્રિ માટેના નવા નિયમો લેવા કે જે બીજા દિવસે સવારે સંક્ષેપવા.
નિયમો લેવાનું પચ્ચક્ખાણ :
अभिग्राहं पच्चखाइ, अत्रत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिबत्तियागारेण वोसीर । દંડ નીચે મુજબના પ્રકારના કહ્યા છે :
(૧) અર્થ દંડ · કુટુંબ આદિ આશ્રિતોનું પાલન પોષણ કરવાને છકાયાદિ જીવોનો આરંભ કરવો પડે તે. (૨) અનર્થ દંડ - વિના કારણ અને જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તે.
અનર્થ દંડની અપેક્ષાએ અર્થ દંડમાં પાપ ઓછું હોય છે. શ્રાવક અર્થદંડમાં અનુકંપા અને વિવેક રાખે છે, અને અવસર આવ્યે ત્યાગવાની અભિલાષા સેવે છે. જેમાં પોતાનો કશો સ્વાર્થ ન હોય એવા હિંસાદિ પાપ બનતા સુધી શ્રાવક કરતો નથી. નિવારી શકાય તેવા આવા પાપના અપોષણાર્થે, શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જે વસ્તુ ભોગવ્યા વિના ચાલી શકતું નથી, તેની ગણતરી સંખ્યાથી, વજનથી કે માઈલથી પરિમિત કરે. પરિમાણથી અધિક કોઈ વસ્તુ ભૂલથી ભોગવાઈ ગઈ હોય તો તે માટે ‘મિચ્છામિ દુક્કડમ્' બોલવું.
“સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ ।
વાહણ-સયણ-વિલેવણ-બંભ-દિસિ લ્હાણ-ભત્તેસુ !''
વજન, સંખ્યા કે માઈલની ધારણામાં પ્રયોજન અને પોતાની અનુકૂળતાનુસાર દ૨૨ોજ વધઘટ કરવી.
પરિશિષ્ટ
Jain Education International 2010_03
૨૫૨
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org