________________
(૧) શું કરું તો ભવના બંધન છૂટે? (૨) શું કરું તો કર્મના બંધન છૂટે ? (૩) શું કરું તો દુર્ગતિમાં જવું ન પડે ? (૪) શું કરું તો સદ્ગતિમાં જવાનું થાય? (૫) શું કરું તો આત્મસ્વરૂપની અનુભૂતિ થાય ? (૬) શું કરું તો પરમપદની પ્રાપ્તિ થાય ?
સમ્યજ્ઞાન મળે કેમ? શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે, પહેલાં વિનય કેળવો. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, એ બધું પછી. સમ્યજ્ઞાન હૈયાથી પેદા કરવાનું છે. પુસ્તકથી માત્ર માહિતી મળે.
પરમાત્માના શાસનમાં પહેલાં ગુરૂનો વિનય કરવો પડે, વૈયાવચ્ચ કરવી પડે અને એના દ્વારા આત્માની પાત્રતા ખીલવવી પડે. પછી ગુરૂ યોગ્યતા જુવે અને યોગ્યતા મુજબ જ્ઞાન આપે. ત્યારે, આત્મામાં સમ્યજ્ઞાન પ્રગટે. આત્મા ઉપરથી આઠ પ્રકારના કર્મને વિશેષ પ્રકારે દૂર કરે તે વિનય. વિશેષ પ્રકારે આત્માને મુક્તિ તરફ લઈ જાય તેને વિનય કહેવાય.
શ્રતને ગ્રંથસ્થ કરવું એ જેમ ભક્તિ છે, તેમ તેના કરતાં પણ વધુ કંઠસ્થ કરવું, એ ઊંચી ભક્તિ છે. છ મહિને એક લીટી આવડે ત્યાં સુધી ગોખવાની મહેનત કરવાની છે. શક્તિ છતાં જે ગોખવામાં પ્રમાદ કરે તેને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. વીસ સ્થાનકમાં “અભિનવજ્ઞાન પદ આવે છે. પદની આરાધના માટે દરેકે પોતાની શક્તિ મુજબ કાંઈને કાંઈ નવું ભણવું જ જોઈએ. આ પણ શ્રુતભક્તિ છે. શ્રતને ટકાવવાનો ઉત્તમ માર્ગ છે.
કુમારપાળ મહારાજા ૭૦ વર્ષની ઊંમરે સંસ્કૃત-પ્રાકૃત ભણ્યા. વીતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્ર કિંઠસ્થ કર્યા. રોજ એનો સ્વાધ્યાય કર્યો. જિન સ્તવનની સંસ્કૃત ભાષામાં સ્વયં રચના કરી. ત્રિષષ્ઠિ શલાકાપુરૂષનું ચરિત્ર-વાંચન કર્યું.
આજે આપણે ઘરના એક એક મેમ્બર લખવા બેસીએ તો કેટલા ગ્રંથ લખાય? શ્રાવકના ૩૬ કર્તવ્યો પૈકીનું એક કર્તવ્ય છે “પુસ્થમvi’ - પુસ્તક લખવું તે.
આપણે ત્યાં અભૂત મજાનો ખજાનો છે. આગમ, આગમની પંચાંગી, પ્રકરણ ગ્રંથો, કર્મ સિદ્ધાંત, જ્યોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, વ્યાકરણ, દાર્શનિક, ભૂગોળ, ખગોળ, ઈતિહાસ, પદાર્થ વિજ્ઞાન, સૂક્ષ્મગણિત, કથા ગ્રંથો, પ્રશ્ન ગ્રંથો, આચાર ગ્રંથો, આમ દરેક વિષય ઉપર આપણે ત્યાં પરાકાષ્ઠાના ગ્રંથો છે. આચાર : પંચાચારની આઠ ગાથા પૈકી સમ્યજ્ઞાનના આઠ આચારની ગાથા :
काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे ।
वंजण-अत्थ-तदुभए, अट्टविहो नाणमायारो ।।२।। શ્રુતસરિતા
સભ્ય જ્ઞાન
૨ ૪O
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org