________________
રાગ-દ્વેષ ઉપર વિજયી બનવા માટે મોહ-સંબંધના બદલે આપણે કર્તવ્ય-સંબંધનો સ્વીકાર કરવો જોઈએ. મોહ-સંબંધ બંધનરૂપ હોવાથી વિનાશ સર્જતી બેડી છે, જયારે કર્તવ્ય-સંબંધ કર્મબંધનના અભાવરૂપ હોવાથી સાધનાના વિકાસની કેડી છે. - પરમ માંગલિક નૂતન વર્ષારંભ-દિને શ્રી વીતરાગ પરમાત્માને પ્રાર્થના
कामरागः स्नेह रागश्च, दृष्टि रागो न तु मे कदा ।
वीतराग ! तवैव वत्सलता, आविर्भवतु मे सदा ॥ અર્થ : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ કયારે પણ મને ન થાઓ; હે વીતરાગ, આપની જ વત્સલતા મારા પર સદા પ્રકટ થાઓ.
શ્રાવકનો બે અર્થ વ્યુત્પતિ : ધાતુ ઉપરથી “શ્રાવક' શબ્દ બનેલો છે. અર્થાત્ વીતરાગ વાણી સાંભળવી અને તદનુસાર
આચરણ કરવું. નિરૂકિત ઃ શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ.
શ્રાવકના ચાર નિક્ષેપા. નામ શ્રાવક : “શ્રાવક' નામ-શબ્દ વડે સાધર્મિક પરસ્પર એકબીજાને સંબોધન કરે; પરંતુ આવી
વ્યક્તિ શ્રાવકના ગુણોથી રહિત હોય. સ્થાપના શ્રાવક : કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ટ કે પાષાણાદિક પ્રતિમા અથવા ફોટો. દ્રવ્ય શ્રાવક : ઉપયોગ શૂન્યપણે ક્રિયા કરે અથવા વીતરાગ ધર્મની ક્રિયાના ફળરૂપે સંસારવૃદ્ધિના
સાધનોની પ્રાપ્તિની ઈચ્છા રાખે. ભાવ શ્રાવક : દાન, શીલ, તપ અને ભાવ વડે ઘાતી કર્મોની સમયે સમયે નિર્જરા કરે (પાતળાં
કરે, ઓછાં કરે કે નિર્બળ કરે) અને સાધુ ભગવંત પાસેથી સમ્યક સામાચારી નિત્ય
શ્રવણ કરે. ઉપરોકત ચાર નિક્ષેપો પૈકી માત્ર ભાવશ્રાવકપણું જ મોક્ષપ્રાપ્તિ કરાવનાર હોઈ, આપણે “ભાવશ્રાવક' બનવાનું લક્ષ્ય રાખવું અત્યંત આવશ્યક છે.
श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः ।
___ आवृतश व्रतैर्नित्यं, श्रावकः सोडभिधीयते ॥ પૂર્વના બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે) અને વ્રત પચ્ચખાણથી નિરંતર યુકત જ (વીંટાયેલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
ભાવ શ્રાવકના ત્રણ ભેદ દર્શન શ્રાવક : કેવળ સમ્યકત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવાર્તા. દા.ત. : શ્રી શ્રેણિક મહારાજા; શ્રી
કૃષ્ણ મહારાજા વ્રત શ્રાવક : સમ્યકત્વમૂળ સ્થૂળ પાંચ અણુવ્રતધારી. શ્રુતસરિતા
સદા સર્વને નૂતન વર્ષાભિનંદન
૨૧૭ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org