________________
વચન અથવા કાયા વડે) કર્યું છે અને તે સ્વીકારતી વખતે “આ દુષ્કૃત્ય અકર્તવ્ય છે' એવી પોતાને અત્યંત બુદ્ધિ પેદા થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક પંચ પરમેષ્ઠિ સમક્ષ દુષ્કતની ગહ કરવાની છે.
જે જે દુષ્કૃત પોતાને યાદ આવતાં નથી અને પૂર્વના ભવોમાં જે દુષ્કત પોતાના વડે કરાયાં હોય તે સર્વેને સામાન્યથી યાદ કરીને તેની પણ ગહ કરવાની છે. આ દુષ્કૃત ગહ દરરોજ “
મિચ્છામિ દુક્કડ' પૂર્વક ત્રિકાળ કરવાની છે. મિચ્છામિ દુક્કડ : સામાન્ય અર્થ : મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુજી રચિત “આવશ્યક નિર્યુક્તિ' અનુસાર : (૧) મિ = મૃદુ - માવપણું. (૨) ચ્છા = દોષોનું છાદન કરવું. (૩) મિ = ચારિત્રની મર્યાદામાં રહેલો હું. (૪) દુ = દુષ્કતવાળા આત્માની દુર્ગછા કરું . (૫) * = મારા વડે પાપ કરાયું છે તેનો સ્વીકાર. (૬) ડું = ઉપશમ દ્વારા તે પાપનું ઉલ્લંઘન (નાશ) કરૂં છું. આ શબ્દસમૂહમાંથી ચાર પ્રકારનો શાબ્દબોધ : (૧) પ્રથમના ચાર અક્ષરોથી શાબ્દબોધ - “મિચ્છામિ દુ :
મૃદુ પરિણામવાળો, દોષોના છાદનના ભાવવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું દુષ્કતને
કરનાર એવા મારા આત્માની નિંદા કરૂં . (૨) પાંચમા અક્ષરથી શાબ્દબોધ - “ક્ક :
મારા વડે પાપ કરાયેલું છે, એ પ્રકારના પાપના સ્વીકારનો સ્વતંત્ર શાબ્દબોધ. (૩) છઠ્ઠા અક્ષરથી શાબ્દબોધ - “' ?
ઉપશમના પરિણામ દ્વારા હું તે પાપનું ઉલ્લંઘન કરૂં છું. (૪) “મિચ્છા મિ દુક્કડ' શબ્દસમૂહથી સ્વતંત્ર શાબ્દબોધ :
મારૂં દુષ્કૃત્ય (પાપ) મિથ્યા થાઓ. આ રીતે, ચારે શાબ્દબોધ જાણીને, ઉપયોગપૂર્વક પ્રયોગ “
મિચ્છા મિ દુક્કડ' નો આપણે કરીએ તો ચારે અલગ અલગ શાબ્દબોધ અપેક્ષિત પરિણામો જીવને અવશ્ય થાય છે, કે જેના કારણે થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. (૩) સુકૃતની અનુમોદના : સુકૃત આસેવનનું સ્વરૂપ બે પ્રકારે છે : (૧) સ્વસુકૃત અને (૨) પરસુકૃત. અહીં સ્વસુકૃત-આસેવનને ગ્રહણ કરવાનું નથી, પરંતુ બીજા વડે કરાયેલાં અનુમોદનારૂપ પરસુકૃતનું આસેવન' ગ્રહણ કરવાનું છે. જ્ઞાની કહે છે કે વિવેક હોતે છતે નિયમભાવિ એવા અખંડભાવની સિદ્ધિ હોવાથી, પર વડે સેવાયેલાં એવાં સુકૃતના અનુમોદનરૂપ સુકૃતના આસેવનને ગ્રહણ કરવાનું છે. તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા
૨૩)
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org