________________
૨૬. દીર્ઘદર્શી થવું કોઈપણ કામ કરતાં લાંબી દૃષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. ૨૭. વિશેષજ્ઞ થવું ઃ દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. ૨૮. કૃતજ્ઞ થવું : કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. ૨૯. લોકપ્રિય થવું : વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦. લજ્જાળુ થવું ઃ લાલમર્યાદામાં રહેવું. ૩૧. દયાળુ થવું : દયાભાવ રાખવો. ૩૨. સુંદર આકૃતિમાન થવું : ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. ૩૩. પરોપકારી થવું : પરનો ઉપકાર કરવો. ૩૪. અંતરંગારિજિતુ થવું : કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વૈરીને જીતવા. ૩૫. વશીકૃતેંદ્રિયગ્રામ થવું : ઈદ્રિયોના સમૂહને વશ કરવા. સર્વ ઈદ્રિયોને વશ કરવાનો અભ્યાસ
કરવો. ગુણોને સ્પર્શતી ચિંતનકણિકાઓ : (૧) લોભથી સર્વ વિનાશ, તો સંતોષથી પૂર્ણ વિકાસ. (૨) સંતોષને જ સળગાવી નાખ્યો, ત્યાં સુખની આશા જ રાખવાની કયાં રહી? (૩) વસ્ત્ર પહેર્યા વિના એકલા અલંકારો પહેરવાથી શું શોભા ? (૪) શાસનની પ્રભાવના એ મહાન પુણ્ય અને શાસનની હેલના એ મહાપાપ. (૫) પાપ કરીને ભેગું કરેલું પરભવે ભેગું નહીં આવવાનું, પણ ભેગું કરવા કરેલું પાપ તો પરભવે
ભેગું જ આવવાનું. (૬) નિશ્ચયના લક્ષે વ્યવહાર (ક્રિયા) હોય એટલે બેડો પાર. (૭) સાધનને સાધ્ય માની લેવાની ભૂલમાંથી બીજી અનેક ભૂલો ઉભી થઈ. (૮) અશુભના ઉદયને ધર્માજીવ નિર્જરાનો અપૂર્વ અવસર માને. (૯) કુંભારને કયારેક ગધેડાની દયા આવે, તેટલી પણ દયા માનવીને પોતાના આત્માની આવતી
નથી. (૧૦) વ્યવહારનય ધર્મ પ્રવૃત્તિ પર જોર આપે છે, તો નિશ્ચયનય અંદરના પરિણામ પર વધારે જોર
આપે છે. (૧૧) સંસારીએ પરસ્પર બાધા ન પહોંચે તે રીતે ધર્મ, અર્થ અને કામ પુરૂષાર્થ સાધવો. (૧૨) પતિના આદેશમાં પતિવ્રતા નારીએ નિરર્થક વિકલ્પો નહીં કરવા. (૧૩) બે ને વિચારો (કોઈના ઉપર આપણે કરેલ ઉપકાર અને કોઈએ આપણી કરેલી નિંદા)
બે ને સંભારો (જિનેશ્વર ભગવાન અને ગમે ત્યારે આવનાર મૃત્યુ). ઉપસંહાર :
માર્ગાનુસારીના ૩૫ ગુણો, આપણા જીવનમાં ઉતરે અને ક્ષયોપશમાદિ લબ્ધિની પ્રાપ્તિપૂર્વક શ્રુતસરિતા
૨૩૫
માગનુસારીના ૩૫ ગુણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org