________________
અરિહંતાદિના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર થાઉં અને અહિતમાંથી નિવૃત્ત થાઉં અને હિતમાં પ્રવૃત્ત થાઉં, તેવા પ્રકારની પ્રાર્થના કરીને પરિણામના અતિશયને અર્થે જીવ કહે કે “દુષ્ઠાન મુદ્ર ' હું સુકૃતને ઈચ્છું છું.
આમ, જીવનું તે તથાભવ્યત્વ ઉપર દર્શાવેલ ત્રણ દ્વારો દ્વારા ખીલે છે, તેથી ક્રમસર ભાવરોગ ઘટતો જાય છે. પરિણામે, જીવમાં અંશે અંશે ભાવઆરોગ્ય પ્રગટે છે અને પ્રાન્ત ફલસ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર :
ઉપરોકત દસ અધિકારોના આધાર વડે આપણી મુક્તિમાર્ગની આરાધના વેગવંતી બને, અને આ સ્તવનના નિત્ય ગાન-બાન-શાન વડે રચયિતાના ત્રણ શુભાશયને (નરભવ-આરાધન, સુકૃત અનુમોદન અને નિર્જરા) આપણે સિદ્ધ કરનારા બનીએ એ જ શુભ ભાવના.
રચયિતાના આશય, આગ્રહ અને આદર્શ વિરૂદ્ધ જાણતાં-અજાણતાં મારાથી જે કાંઈ સમજાવાયુંબોલાયું હોય, તે સર્વે “ મિચ્છા મિ દુક્કડ'.
રજની યુ. શાહ -: સુવાકયો :૧. ચતુદશરણગમનમાં ગુણવાનના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ સુલભ થાય છે, દુષ્કૃતગર્તામાં પાપના
અનુબંધને તોડવાની શક્તિ છે અને સુકૃત અનુમોદનામાં પુન્યના અનુબંધની પુષ્ટિ થાય છે. ૨. ચતુદશરણગમન, દુષ્કતગહ અને સુકૃતઅનુમોદના ત્રણે કુશલ આશય છે.
ચતુઃ શરણગમન કરનારને પાપનો ઉદય પણ હોય પણ બહુફલવાળો ન થાય.
ચતુ શરણગમન આપત્તિમાં મહાનપરિરક્ષણનો ઉપાય છે. ૫. સુપ્રણિધાનપૂર્વક, વિધિપૂર્વક ચતુઃ શરણગમનઆદિમાં પ્રયત્ન કરવામાં આવે તો તથાભવ્યત્વનો પરિપાક
થાય છે.
દુકૃતગહ અને સુકૃતઅનુમોદના એ દોષો પ્રત્યે દ્વેષ અને ગુણો પ્રત્યે રાગ કેળવવાની ક્રિયા છે. ૭. દોષો પ્રત્યે જેટલો જુગુપ્સાનો ભાવ પ્રકર્ષવાળો તેટલા અંશે દોષો જાય અને બીજાધાન થાય. ઉત્કટ
પરિણામથી તીર્થકર, કેવલી આદિ ઉત્કટ ગુરૂની પ્રાપ્તિ થાય. ૮. માત્ર દુષ્કતગત કરવાથી દોષોનો નાશ કરવો અતિદુષ્કર છે તેથી ચારનું શરણું સ્વીકારીને દુષ્કતગહ
કરવામાં આવે તો પાપનો પ્રતિઘાત થઈ શકે. ચતુઃશરણગમનમાં રક્ષણના કાર્યની પ્રધાનતા છે, દુષ્કૃતગર્તામાં અનુબંધના અપનયની મહત્તા છે.
ભગવાનના વચન અનુસાર અને ગુરૂના અનુશાસન નીચે રહેવાથી ગહ સમ્યફ થાય. ૧૧. સુકૃતની અનુમોદના સંવેગપૂર્વક થાય તો ફલવાન બને. ૧૨. સુકૃતની અનુમોદના એવી રીતે કરવાની છે કે તેના સંસ્કાર દઢ બની, સુકૃત એ જ આપણી પ્રકૃતિ
બને. ૧૩. જ્યાં સુકૃત સેવનની શક્તિ નથી ત્યાં સુકૃતની અનુમોદનાનો ભાવ છે, પણ જયાં સુકૃત સેવનની
શક્તિ છે ત્યાં સુકૃતની અનુમોદના નહિ, પણ સુકૃત સેવનમાં જ સમ્યગું યત્ન કરવાનો છે. શ્રુતસરિતા
તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા
W
૨૩૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org