________________
પ્રબંધ-ર૦ સદા સર્વને નૂતન વર્ષાભિનંદન,
સદા આનંદ હો મંગલ હો રાગ-દ્વેષ , અનાદિ કાળથી અજ્ઞાનદશા વડે મોહવશ જીવ દરે ક ભવમાં રાગ-દ્વેષથી શુભાશુભ કર્મ ઉપાર્જન કરે છે અને બાંધે છે. તે કર્મ ઉદયમાં આવતાં જીવ ઔદયિક ભાવને આધીન વર્તે છે અને નવિન કર્મ ઉપાર્જન કરે છે. જન્મ-મરણ રૂપી સંસાર પરિભ્રમણનું આ જ કારણ છે. આમ, કર્મના ઉદયને વશ વર્તીને જીવ રાગ-દ્વેષ કરે છે અને રાગ-દ્વેષ કરવા વડે કર્મ આવે છે અને કર્મબંધ થાય છે. આ અન્યોન્ય સંબંધનો અંત લાવવા આ બે ભાવની સમજણ અને જાગૃતિ આવશ્યક છે, કે જેની ફલશ્રુતિ રૂપે મૃત્યુલોકમાંથી મુક્તિલોક તરફ પ્રયાણ કરે છે. રાગના બે પ્રકાર : (૧) પ્રશસ્ત - આત્મગુણોની અભિવૃદ્ધિ અને રત્નત્રયીની પ્રાપ્તિના સાધનો પ્રત્યે રાગ. (૨) અપ્રશસ્ત - જડ-ચેતન પદાર્થ પ્રત્યે મમત્વ બુદ્ધિની આસક્તિ. પ્રશસ્ત રામના ત્રણ પ્રકાર : (૧) દેવ - દર્શન, સેવા, પૂજા, દેવતત્વનું સ્વરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન આદિ. (૨) ગુરૂ - સુસમાહિત સદ્દગુરૂના સમાગમ દ્વારા વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, સમર્પણ, વંદન,
- સ્તવન, પૂજ્યભાવ આદિ ગુણપ્રાપ્તિ. (૩) ધર્મ - સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં વૃત્તિ અને પ્રવૃત્તિ. અપ્રશસ્ત રાગના ત્રણ પ્રકાર : (૧) કામરાગ - પાંચ ઈન્દ્રિયોના વિષયસુખને ભોગવવાની ઈચ્છા, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને
શબ્દ પ્રત્યેનો રાગ. (૨) સ્નેહરાગ જીવનો જીવ પ્રત્યેનો મોહ. જીવની જીવ અને અજીવ પ્રત્યેની બાહ્ય લાગણી,
સ્નેહરાગમાં લાગણી અને માગણીની પ્રધાનતા રહેલી છે. તેથી જીવો પરસ્પરનું જીવન નિભાવી લે છે. સ્નેહમાં બંધાયેલો જીવ સંકલેશમાં અટવાઈને ગાઢી
બંધનરૂપ કર્મ બાંધતો રહે છે. (૩) દૃષ્ટિરાગ - જગતના તમામ પદાર્થો પ્રત્યે પોતાના માની લીધેલ મત પ્રમાણે જ વિચારે, તેને
આ જ સત્ય માને અને અન્ય જીવને પોતાનો મત સ્વીકારવા આગ્રહ રાખે. ઢષના બે પ્રકાર : (૧) પ્રશસ્ત - ભવોભવ ભટકાવનારા, અને દુ:ખો દેનારા પાપો પ્રત્યે દ્વેષ, ઘણા, ગુસ્સો આદિ) (૨) અપ્રશસ્ત - જીવને જીવ-અજીવ પ્રત્યેનો અભાવ, અરૂચિ, અપ્રીતિ, અરતિ, ઈર્ષ્યા આદિ. સદા સર્વને નૂતન વર્ષાભિનંદન
૨૧૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org