________________
• ચેન્નયનો ચિરાગ ચમકાવનાર ચકમકની પ્રાપ્તિ. • આત્મશ્વર્યની પ્રાપ્તિ અને આત્મરમણતાનું ઉધ્યાન.
“કરો આશ્રવથી વિરામ, પામો સંવરમાં વિશ્રામ
છોડી દો પાપો તમામ, મળશે અવશ્ય મુક્તિધામ” ધર્મ પુરૂષાર્થનો પરમાનંદ, નિરપેક્ષતાનો નિત્યાનંદ, સંવરના સત્તાવન ઉપાયના સંગનો સદાનંદ અને કર્મના જંગની જીતનો જિનાનંદ - આ ચારે પ્રકારના આનંદની પ્રાપ્તિ કરાવનારું આ વર્ષ મંગલમય અને કલ્યાણમય બની રહે તેવી મારી શુભ ભાવના.
ધર્મના બે પ્રકાર શ્રતધર્મ : વસ્તુ-પદાર્થ સ્વભાવને જણાવે છે. ચારિત્રધર્મ : વસ્તુ પદાર્થના થયેલા જ્ઞાન મુજબ આચરણ દ્વારા મોક્ષ પદ પમાડે તે.
સમ્યક્ ચારિત્રની વ્યાખ્યા
આચરણ એ જ ચારિત્ર મન-વચન-કાયાના યોગથી મુક્તિ એ જ ચારિત્ર
સર્વ સાવદ્યયોગનો ત્યાગ એ જ ચારિત્ર સંચય કરેલાં કર્મને ખાલી કરવાં એ જ ચારિત્ર સંસ્કારોનો અગ્નિસંસ્કાર થતો અટકાવે એ જ ચારિત્ર
સ્વ-સ્વભાવનું દર્શન એ જ ચારિત્ર
પરભાવનો પરિત્યાગ એ જ ચારિત્ર આત્માના ચરણમાં (આચરણ)જ્ઞાનનું ક્રિયાત્મક સમર્પણ એ જ ચારિત્ર હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન એ જ ચારિત્ર
धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरुः । __ मुक्खमग्ग पयट्टाणं, धम्मो परमसंदणो । ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ પરમ ગુરૂ છે,
મોક્ષમાર્ગમાં પ્રવેશ માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. દૈનિક જીવનમાં ચારિત્રની સુવાસ દ્વારા સમતાનું સર્જન પરમપદની પ્રાપ્તિના પંથે પ્રયાણ કરવાના પ્રબળ પુરૂષાર્થની પાવનીય પ્રેરણા પ્રદાન કરનારું આ નૂતન વર્ષ બની રહો.
હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર ધર્મ, પછી અનુષ્ઠાન ધર્મ
અને પછી ગુણ ધર્મ આવે છે. વિચાર ધર્મ : મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવ અનુષ્ઠાન ધર્મ : અહિંસા, સંયમ અને તપ ગુણ ધર્મ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર શ્રુતસરિતા
૨૧૯
સદા સર્વને નૂતન વર્ષાભિનંદન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org