________________
સદગતિનાં કારણો ૧. અકામનિર્જરા
૨. મંદ કષાય
૩. શુભ લેશ્યા
૪. શુણ ધ્યાન
૫. ગુણસ્થાનક ૬. દ્રવ્યથી વિરતિ
પ્રબંધ-૧૯
સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ
સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ
દુર્ગતિનાં કારણો સુખશીલતા (તીવ્ર પાપબંધ) તીવ્ર કષાય
આપણા જીવે અનંત-અનંત પુદ્ગલપરાવર્તનકાળ સંસાર પરિભ્રમણમાં પસાર કરી દીધો છે. નિગોદમાં ગયો ત્યાં બે ઘડી - ૧ મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કર્યા. આ રીતે અનંતકાળ નિગોદમાં પસાર કર્યો, અકામનિર્જરા દ્વારા “નદીગોળપાષાણ ન્યાય’’થી જીવ અનેક પ્રકારના દુઃખ - પીડાને સહન કરતો કરતો ક્રમશઃ નિગોદમાંથી નીકળી એકેન્દ્રિય - બેઇન્દ્રિય - યાવત્ સંશીપંચેન્દ્રિયપણાને પ્રાપ્ત થયો. માટે આ મનુષ્યજન્મમાં દુર્લભ એવા બોધીબીજ સમ્યગ્દર્શનને સાચી શ્રદ્ધાને પામીને સંસાર પરિત્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
Jain Educatlon International2010_03
અશુભ લેશ્યા
અશુભ ધ્યાન ગુણસ્થાનકનો અભાવ અવિરતિ
एवं भवसंसारे, संसरए सुहासुहेहिं कम्मेहिं । जीवो पमाय बहुलो, समयं गोयम ! मा पमायए ।।
પ્રભુ ગૌતમને ઉદ્દેશીને કહે છે - શુભાશુભ કર્મો અનુસાર ચારગતિ અને પાંચ જાતિમાં નિરંતર પરિભ્રમણ જીવો કરી રહ્યા છે. તેમાં જીવના પ્રમાદની પ્રચુરતા જ મુખ્ય કારણ છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ કરવા જેવો નથી. પ્રમાદમુક્તિ એ જ પરિભ્રમણથી મુક્ત થવાનો પરમ ઉપાય છે.
૨૦૬
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org