________________
ઉપસંહાર :
ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રી સંઘ - આ ત્રણે ભાવતીર્થ અરિહંત પરમાત્માએ સમવસરણમાં સ્થાપ્યા છે. આ ત્રણે ભાવતીર્થની સેવના વડે આપણી પ્રવૃત્તિ અવશ્ય શુભ બને, વિકાર-વાસના ઘટે, દોષો શાંત થાય, અને ધાર્મિક પુષ્ટિ અને સિદ્ધિ થાય. આ ત્રણ ભાવતીર્થ જ ભવસાગર પાર કરવાના સાધનરૂપ અધ્યાત્મની પાંચ ભૂમિકાનું પ્રદાન કરી શકે છે - સ્થાન યોગ - ઊર્ણયોગ (વચનયોગ) - અર્થ યોગ - આલંબન યોગ - અનાલંબન યોગ. આ કારણે, આ ત્રણે ભાવતીર્થનો આપણે અનુપમ આદર આજીવન કેળવવો જરૂરી છે. આપણે જ્યારે જ્યારે ભારતની મુલાકાતે જઈએ ત્યારે ત્યારે આ ત્રણે ભાવતીર્થોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આ ત્રણે ભાવતીર્થો પાસેથી ભાવધર્મ પામી, ફલશ્રુતિરૂપે દીક્ષા લેવાનો સંકલ્પ કરવો અથવા ભાવ કેળવવો જોઈએ. વધુમાં, જેઓએ દીક્ષા લીધી હોય (પૂ. સાધુ-સાધ્વીજી) તેઓની વૈયાવચ્ચ અને દીક્ષાર્થી જીવોની અનુમોદના આપણે કરવી જોઈએ. - પરમ ઉપકારી પૂજ્યશ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનો “ધર્મતીર્થ વિષયક આગ્રહ અને આદર્શને સમજવામાં અને સમજાવવામાં સ્વાભાવિકપણે મારી અનેકાનેક ઊણપ રહેવા પામી છે, તે બદલ મારી ક્ષમાયાચના. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રી આશય વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો શ્રી સંઘની સાક્ષીએ મારા “મિચ્છામિ દુક્કડ'.
આ ત્રણે ભાવતીર્થોની સમીપ જઈ, સાનિધ્ય કેળવી, આપણે આરાધકભાવને પામીએ, સુંદર પ્રકારે આરાધના કરનારા બનીએ અને પ્રાંતે આત્મસ્વભાવને સંપૂર્ણપણે પ્રગટાવી અનંત અને અક્ષય સુખના આપણે ભોક્તા બનીએ એ જ મારી શુભાભિલાષા.
IbOUP
૨૦૫
ધર્મતીર્થ - ભાવતીર્થ
શ્રુતસરિતા Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org