________________
જે કાળમાં બુદ્ધિની તીવ્રતા હોય, ક્ષયોપશમની વિશેષતા અંગે મૂળસૂત્ર કે આગમ ઉપરથી જ યથાર્થ ભાવગ્રહણ કરવાની શક્તિ હોય તેવા કાળમાં સૂત્રો ઉપર સંક્ષિપ્ત કે વિસ્તૃત વિવેચનની જરૂરિયાત હોતી નથી. જેમ જેમ બુદ્ધિમાં મંદતા આવતી જાય, અવસર્પિણી કાળના પ્રભાવે ક્ષયોપશમમાં ઘટાડો થતો જાય તેમ તેમ આગમો ઉપરથી જ મૌલિક રહસ્યોને સમજવાની શક્તિ મંદ થતી જાય છે. આવા કાળમાં તે તે સૂત્રોના રહસ્યો ભવિષ્યની પ્રજાને પણ સમજવામાં આવે તે હેતુએ સુવિહિતા ગીતાર્થ પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-અને ટીકારૂપે તે તે આગમોના વિવેચનો કરેલ છે. સૂત્રનિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ અને ટીકા તે જ જૈનદર્શનની “પંચાંગી' છે. સૂત્ર (આગમ) જેટલું પ્રામાણિક છે તેટલું જ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-ટીકાનું પ્રામાણિકપણું છે.
જૈનદર્શનના ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, કાર્યકારણ ભાવની શૃંખલાઓ, નય, નિક્ષેપા, કર્મની અભુત બાબતો, ચાર અનુયોગ, છ દ્રવ્યો, નવ તત્ત્વ, રત્નત્રયી આરાધકોના બોધક દૃષ્ટાંતો અને જેન તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયોને અનોખી ઢબે આવરી લેતા આ આગમોનું પરિશીલન, મનન અને વાંચન કરનાર આત્માને મુકિતપથનો સાચો અને સચોટ માર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે.
સર્વ જીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ અને ત્યાગથી તરબોળ બનાવવા ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ આ આગમોના ભાવાનુવાદ થયેલા છે, કે જે સરળતાથી પ્રાપ્ય છે.
આપણે ધર્મશૂન્ય શ્રીમંતો-સત્તાધીશોને જોઈને અંજાઈ જોઈએ તો સમજવાનું કે આપણા ઉપર પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. જે ઘણાં પાપ કરીને ઋદ્ધિ મેળવે છે, વળી તેને સાચવવા ઘણાં પાપો કરે છે અને ફળરૂપે ભોગવવામાં પણ પાપની પરંપરા છે, તેને શાસ્ત્રમાં પાપદ્ધિ' કહે છે. - પૂ. શ્રી પંડિત મહારાજ કહે છે કે “તમને અમેરિકા, યુરોપની ઋદ્ધિ જોઈને મોંમાં પાણી આવે, જ્યારે અમને થાય કે ઘોર પાપથી ભેગું કર્યું, અનેક પાપો કરીને સાચવે છે અને મરવાના પણ પાપના પુંજ સાથે. દુનિયામાં કાતિલ કૂટનીતિઓ જે તેમની ઋદ્ધિ-સિદ્ધિની જીવાદોરી છે. ઘોર પાપાનુબંધી પાપવાળું આ ઐશ્વર્ય છે. આવી પાપદ્ધિનો મન ઉપર પ્રભાવ પડે એ પણ વિકારી બુદ્ધિ સૂચવે છે. શ્રી સંઘ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનો સમૂહ છે.
કલિકાલસર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ લખ્યું છે કે જિનશાસનનો ભાવશ્રાવક અન્ય દર્શનના સંન્યાસીઓ કરતાં આચાર-વિચારમાં ચડિયાતો છે. જયણા, પાપનો ત્યાગ, અહિંસાનું પાલન, સદાચારનું પાલન, સૂક્ષ્મ વિવેક આદિથી શ્રાવક ઊંચો છે. ટૂંકમાં, સમકિત કે ભાવશ્રાવકપણું જેનામાં આવે તે બધા ચતુર્વિધ શ્રી સંઘમાં અવશ્ય ગણી શકાય.
શ્રી સંઘની આજ્ઞાના પાલનમાં ચૌદપૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામીજી, ચોથા પટ્ટધર પૂ. શäભવસૂરિજી, પૂ. વજસ્વામી, પૂ. કાલિકાચાર્ય મહારાજા વ. દષ્ટાંતો આપણી સમક્ષ છે. શ્રી સંઘની માનસિક આશાતનાના ફળમાં શ્રી સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું મૃત્યુનું દૃષ્ટાંત પણ હાજરાહજૂર છે. માટે, શ્રી સંઘની કદાપિ આશાતના - અવહેલના – ઉપેક્ષા કરવી નહીં. ધર્મતીર્થ - ભાવતીર્થ
૨૦૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org