________________
દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય ધારણ કરનાર, અવિરતિપણામાં સમજયા વગર કાયકલેશ સહન કરનાર દેવ આયુષ્ય બાંધે. મનુષ્યગતિનો આયુબંધ કોણ કરે ?
સ્વાભાવિક રીતે મંદકષાયી પ્રકૃતિવાળો, નામનાની ઇચ્છા વગર દાન આપવાની રુચિવાળો, ઉચિત દાન આપનાર, મધ્યમ પ્રકારના ગુણવાળો, ચાલચલગતમાં જેને ગૃહસ્થ કહી શકાય તેવો, ક્ષમાશીલ, નમ્રનિર્દભી, નિર્લોભી, પ્રામાણિક જીવન જીવનાર, ન્યાયથી ધન મેળવનાર, યતનાથી સર્વ વ્યવહાર કરનાર, પારકાના ગુણને જાણનાર, કોઈ પણ સાંસારિક કાર્ય કરે તેમાં ગાઢ આસક્તિ ન રાખનાર પ્રાણી મનુષ્યનું આયુષ્ય બાંધે છે. એ મહાઆરંભ મહાપરિગ્રહ ન કરે, બનતો પરોપકાર કરે અને ભદ્રિક ભાવે વર્તે, એનામાં કાપોત લેશ્યાની મુખ્યતા હોય. તિર્યંચનું આયુ કોણ બાંધે ?
ગૂઢ હૃદયવાળો, મૂર્ખ, ધુતારો, અંદરથી સદહણામાં શલ્યવાળો, માયા અર્થાતું કપટ કરનારો, લાકડાં લડાવનારો, મધુર વાણી બોલનાર પણ અંદરથી કાપી નાખનાર, શીલ કે ચારિત્ર વગરનો, મિથ્યાત્વનો ઉપદેશ આપનાર, કૂડાં તોલમાપ કરનાર, કાળાં બજાર કરનાર, ખોટી સાક્ષી પૂરનાર, ખોટા દસ્તાવેજ બનાવનાર, ચોરી કરનાર, ખોટાં કલંક ચડાવનાર, ચાડી-ચૂગલી કરનાર, માન-પૂજા ખાતર તપ કરનાર, શુદ્ધ હૃદયે પાપની આલોચના નહિ કરનાર પ્રાણી તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. માયા, અજ્ઞાન, તીવ્ર કષાય, દંભ અને સરળતાનો અભાવ તિર્યંચ આયુષ્યના બંધમાં અગત્યનો ભાગ ભજવે છે. તિર્યંચગતિમાં ચાર ઇન્દ્રિયોવાળા જીવો અને પાંચ ઇન્દ્રિયવાળામાં પાછા જળચર, સ્થળચર અને ખેચરો એ પ્રત્યેકનાં આયુષ્યબંધનાં કારણો અને પ્રસંગો કહી શકાય, તે કલ્પી લેવાં. મરીને કોણ કાગડો થાય અને કોણ ઘુવડ થાય, કોણ ચિત્તો થાય અને કોણ ભેંસ થાય, કોણ કાબર થાય અને કોણ માંકડ થાય, કોણ જળો થાય અને કોણ વીછી થાય એ વિચારવાથી બેસી જાય તેવી હકીકત છે. જીવનની છાયામાં પ્રાણીના ગુણ-અવગુણોની પ્રતિછાયા પડે જ છે, અને તે અનુસાર તેના આયુષ્યબંધની સંભાવનાની ગણતરી સામાન્ય રીતે કરી શકાય. નરકાયુ કોણ બાંધે ?
મહા આરંભ કરનાર, મોટો પરિગ્રહ એકઠો કરનાર, ભારે ધમાલ, કાપાકાપી અને મારામારી કરનાર-કરાવનાર, અતિલોભ કરનાર, ચાલુ આર્તરૌદ્ર ધ્યાન કરનાર, અતિ વિષય સેવનાર, જીવવધ વગર સંકોચે કરનાર, મહામિથ્યાત્વમાં રાચનાર, સાધુ સેવક કે કાર્ય કરનારનું ખૂન કરનાર, માંસમદિરાનો આહાર તરીકે કે પીણા તરીકે ઉપયોગ કરનાર, ગુણવાન પ્રાણીની નિંદા કરનાર, સાત દુર્વ્યસન સેવનાર, કૃતદની, વિશ્વાસઘાતી, કૃષ્ણલેશ્યાનો પરિણામી, અવગુણમાં અભિમાન લેનાર પ્રાણી નરકાયુ બાંધે. એમાં પરિણામની તીવ્રતા, સ્વપરના વિવેકનો તદૃન અભાવ અને મિથ્યાત્વઅંધકારનો કે અજ્ઞાનનો મોટો ભાગ કામ કરે છે, અને આર્નરૌદ્ર ધ્યાનની ચાલુ પ્રવૃત્તિ એમાં સવિશેષ કારણભૂત બને છે. આ રીતે ચાર પ્રકારના આયુષ્યના બંધના સામાન્ય પ્રસંગો વિચાર્યા, બાકી એની વિગતોમાં ઘણી ઘણી બાબતો આવે તે ખ્યાલ કરવાથી બેસી જશે. (૧) ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. (૨) ઈતને દિન તુમે નાહી પીછાળ્યો, મેરો જન્મ ગયો અજાન મેં - શ્રી જંબુવિજયજી મ.સા. (3) Be witness of your thoughts, not victim.
શ્રુતસરિતા
૨૦૯ For Private & Personal Use Only
સદ્ગતિ, દુર્ગતિના હેતુ
Jain Education International 2010_03
www.jainelibrary.org