________________
જ્યારે દ્વાદશાંગી આ જગતમાં શાશ્વત છે.
પ્રથમ ભાવતીર્થ ગીતાર્થ ગુરુને ગીતાર્થ બનાવનાર અને તેમને કે તેમના થકી બીજાને તરવામાં આધાર બનનાર તો શાસ્ત્રો જ છે. જેમાં અનુશાસનની અને રક્ષણની શક્તિ છે, તેને શાસ્ત્ર કહેવાય. જૈનધર્મ તીર્થંકરોને કે ગણધરોને તત્ત્વસર્જક નથી માનતા, પણ તત્ત્વદર્શક માને છે.
જ
કેવળજ્ઞાન પામવાનું મુખ્ય સાધન પણ શ્રુતજ્ઞાન જ છે. અપેક્ષાએ, શ્રુતજ્ઞાન (આગમ) સર્વ સમ્યગ્ જ્ઞાનોની આઘ ગંગોત્રી છે. દ્વાદશાંગીનું બીજું નામ ‘પ્રવચન’ છે. તેનો અર્થ ‘આ જગતનું પ્રકૃષ્ટ-ઉત્કૃષ્ટ વચન’. દ્વાદશાંગીરૂપી શાસ્ત્રની મહાનતા, વિશાળતા, ગહનતા અને સંક્ષિપ્તતા અજોડ છે, અપાર છે.
તૃતીય ભાવતીર્થ : ચતુર્વિધ શ્રી સંઘ
આ તીર્થ ચાર પ્રકારે હોય છે - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.
ભાવશ્રુત-સ્વરૂપ શાસ્ત્રોને વરેલા ગીતાર્થ ગુરુ જે જીવંત તીર્થ છે. તેમના અનુશાસનમાં રહેલા શિષ્યોનો સમુદાય તે ગચ્છ. આવા અનેક ગચ્છ ભેગા થાય ત્યારે એક કુલ બને. અનેક ફુલોના સમૂહથી એક ગણ રચાય અને અનેક ગણોનો સમુદાય તે શ્રી સંઘ. પ્રત્યેક ગીતાર્થના નિશ્રાવર્તી સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શિષ્ય પરિવાર હોઈ શકે. મોક્ષસાધક ગુણોનો સમૂહ જેમાં છે એવા જનસમુદાયને ‘શ્રીસંઘ’ કહેવાય. પ્રથમના બે ધર્મતીર્થ (ગીતાર્થ ગુરુ અને આગમો) ના અનુશાસનમાં રહેનારા જ ત્રીજા તીર્થમાં આવશે. શાસ્ત્રમાં માત્ર સાધુ-સાધ્વીને ગીતાર્થ ગુરુનું દિગ્બધન નથી, પરંતુ શ્રાવક-શ્રાવિકાને પણ દિમ્બંધનની આવશ્યકતા છે.
કલ્પસૂત્રમાં આવે છે કે આખું શાસન ચારિત્રધરથી સ્થપાય છે અને તેમનાથી જ ચાલે છે. ચારિત્રધર છે ત્યાં સુધી આ શાસન છે. માટે જ, વ્યવહારમાં મોટે ભાગે આપણે ‘ચતુર્વિધ સંઘ’ શબ્દ એકલો નથી બોલતા, પણ ‘શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ' બોલીએ છીએ. આ જ દર્શાવે છે કે ચારિત્રધરથી જ આ શાસનનું મંડાણ-સંચાલન-વ્યવસ્થા-વહન છે.
આર્ય પરંપરામાં મા-બાપ બનવું એ મોટી જવાબદારી છે. મા-બાપે સંતાનોની ભૌતિક અને આત્મિક એમ બન્ને પ્રકારની હિતચિંતા કરવાની છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જે મા-બાપ પોતાના સંતાનોને ધર્મના સંસ્કાર નથી આપતાં, તેમના આલોક-પરલોકની હિતચિંતા નથી કરતાં અને પાપમાં જ પાવરધાં કરે છે, તે મા-બાપ કસાઈ કરતાં પણ વધારે ખરાબ છે.
સંઘ જિનાજ્ઞાનુસારી જ હોય અને તેમાં બધા ઘટકો ભગવાનની આજ્ઞામાં છે. આપણે જિનાજ્ઞા સીધી રીતે સમજી ના શકીએ તો સદ્ગુરુઓ પાસેથી જાણી લેવી જોઈએ. જાણો, સમજો અને તેને અનુસરવા સમર્પિત બનો.
વ્યક્તિ કરતાં સમૂહનું મહત્ત્વ, શક્તિ, પ્રભાવ, આલંબન, ઐશ્વર્ય, પ્રેરકતા અનોખાં છે. તેથી તીર્થંકરોએ સામૂહિક તારકતાને અનુલક્ષીને શ્રી સંઘને તારક તીર્થ કહ્યું. જેમ એકલા અરિહંત કરતાં નવપદનો મહિમા વિશેષ હોય છે, તેમ વ્યક્તિ કરતાં વ્યક્તિઓનો સમૂહ અધિક મહાન છે.
ધર્મતીર્થ - ભાવતીર્થ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org