________________
(૧૨) વિના ગુણ પામ્ય ગુણ પામ્યા છીએ એમ માનીએ તો ફાયદો લેશમાત્ર નહીં અને ઊલટાનું
નુકસાન. (૧૩) સંસાર કહેવામાં ખરાબ અને માનવામાં સારો એવી દશા તો નથી ને ? (૧૪) શક્તિ તેટલી ભાવના નહિ, ભાવના તેટલો પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલો રસ નહિ. આવું
તો નથી ને ? સમ્યગ્દર્શનના આઠ આચાર : આચારના બે પ્રકાર : (૧) દ્રવ્યાચાર - રૂઢિ, રિવાજ કે પરંપરાથી ચાલ્યા આવતા લૌકિક આચારને અનુસરવું. (૨) ભાવાચાર - આત્મગુણોનો વિકાસ કરવા માટે શક્તિ અનુસાર પુરુષાર્થ ફોરવવો.
જ્ઞાની કહે છે કે વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે; તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે અને ધર્મનો સાર આચાર છે. ઉનાવાર: પ્રથમ ઘ: આચાર એ જ આચરણ; અર્થાત્ જ્યાં આચારની મુખ્યતા નથી, ત્યાં ધર્મની સંભાવના નથી. જે આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ, વૃદ્ધિ અને પ્રકાશ થાય; જે આચરણથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, શુદ્ધિ કે વિકાસ થાય; જે આચરણથી તપ સંવર-નિર્જરાનું સાધન અને અનુષ્ઠાનયોગ બને અને જે આચરણથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ માટે પ્રબળ પુરુષાર્થ જાગૃત થાય તે “આચાર” છે.
જગતના જીવો સુખને ઝંખે છે, પણ તેમના સુખની દૃષ્ટિ ભૌતિક છે; અને મહાપુરુષો સુખ પ્રદાન કરવા આત્માના સુખની વાત કરે છે. તે આત્મસુખ પામવા જીવે આત્માના ગુણોનો વિકાસ કરવાનો છે. શાસ્ત્રકથન છે કે ગુણપ્રાપ્તિનો ચોક્કસ ક્રમ છે; અને તે ક્રમમાં પ્રથમ સમ્યગ્દર્શન ગુણ આવે છે. તે ગુણથી ધર્મમાં વિકાસની શરૂઆત થાય છે. બહુમાનપૂર્વક દેવ-ગુરુના દર્શન-પૂજન કરે પછી સમજ વધે, જિજ્ઞાસા વધે એટલે જ્ઞાન આવે અને પછી પ્રવૃત્તિરૂ૫ ચારિત્રાચાર આવે.
શ્રાવક બનવું હોય તો સમ્યગ્દર્શન ફરજિયાત છે. શ્રાવકના જીવનમાં જ્ઞાનાચાર-ચારિત્રાચારતપાચાર-વર્યાચાર ઓછો વત્તો હોઈ શકે; પણ દર્શનાચાર ન હોય તો કદાપિ શ્રાવક બની શકાય નહીં. દર્શનગુણ વિનાનો જીવ ધર્મક્ષેત્રમાં આંધળો છે. અપેક્ષાએ, આંખથી આંધળો તો સાચો; બહુ બહુ તો સામેની વસ્તુ જુએ નહીં; જ્યારે મિથ્યાષ્ટિ તો ખરાબ કારણ કે જે છે, જેવું છે, તેના કરતાં ઊંધું જુએ છે.
દર્શનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે. આત્મા બે પ્રકારનો પુરુષાર્થ કરે છે (૧) આંતરિક (૨) બાહ્ય. આંતરિક પુરુષાર્થનું ફળ આંતરિક ચાર આચારોની પ્રાપ્તિ છે અને બાહ્ય આચારથી આંતરિક ગુણોનું પ્રાગટય થાય છે. આ સમ્યગ્દર્શનના ગુણો પણ મનાય છે. આંતરિક આચાર
બાહા આચાર (૧) નિઃશંકા – જિનવચનમાં શંકા ન હોવી. (૧) ઉપબૃહણા – ગુણીની પ્રશંસા કરવી. (૨) નિઃકાંક્ષા – અન્ય મતની વાંચ્છા ન કરવી. (૨) સ્થિરીકરણ – જિનમત ધારીને ધર્મમાં
સ્થિર કરવો. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન ૧૧૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org