________________
ચોવીસ - તીર્થકર
પાંચ મહાવ્રત-અણુવ્રત અને દસ પ્રકારના શ્રમણ ધર્મની સાધના માટે દઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ, કે જે પ્રગટે છે. શ્રી નવપદની આરાધનામાંથી, નવપદની ઉપાસનામાંથી, નવપદના ધ્યાનમાંથી નવપદ અખૂટ અનંત શક્તિનો ભંડાર છે. - શરીરમાં જ્યારે વાત-પિત્ત-કફ-વિષમ બને છે ત્યારે રોગ જન્મે છે. જયારે પિત્તનો પ્રકોપ થાય છે ત્યારે મીઠો-મધુરો-હિતકારી-આરોગ્યપ્રદ પદાર્થ પણ જીભને કડવો લાગે છે. આ શારીરિક વિક્રિયા છે, તેમ જ્યારે માનસિક વિક્રિયા જન્મે છે, ત્યારે મનુષ્યને સર્વજ્ઞની વાણી મીઠી હોવા છતાં, હિતકારી હોવા છતાં, કડવી લાગે છે. એ માનસિક વિક્રિયા હોય છે - રાગ અને દ્વેષની. રાગ-દ્વેષનો પ્રકોપ પિત્તના પ્રકોપને પણ ટપી જાય તેવો હોય છે. આ પ્રકોપ મનુષ્યને સ્વચ્છંદાચાર અને આઠ પ્રકારના મદથી આંધળો બનાવે છે, સત્ત્વવિહોણો અને પાંગળો બનાવી દે છે.
આ આઠ પ્રકારનો મદ વડે મિથ્યાત્વરૂપી અંધાપો પ્રવર્તે છે. મનુષ્ય ગતિ પામ્યા છતાં પારમાર્થિક સત્યને પામવા ન દે, પરમાર્થના પંથ જોવા ન દે. આ આઠ પ્રકારને વિસ્તાર સાથે સમજીએ. (૧) જાતિ મદ :
અનંતાનંત કર્મોની પરાધીનતાથી આપણે અનંતાનંત જન્મોની પરાધીનતા પામ્યા છીએ. અનંત જડ કર્મોએ ચૈતન્યસ્વરૂપ આત્માનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. કર્મો આત્માને ચાર ગતિમાં, ચોર્યાસી લાખ જીવો યોનિમાં અને ચૌદ રાજલોકમાં ભટકાવે છે.
न सा जोइ, न सा जोणी, न तं ठाणं, न तं कुलं ।
न जाया न मुआ, जत्थ सटवो जीवा अणन्तसो ॥ અર્થ : એવી કોઈ જાતિ નથી, યોનિ નથી, સ્થાન નથી, કુળ નથી કે જ્યાં સર્વે જીવો અનંતિવાર
જમ્યા અને મર્યા ન હોય.
આ ચારે ગતિની કુલ યોનિની સંખ્યા ૮૪ લાખ છે. આપણે સૌ આ યોનિમાં જન્મી કોઈ ભવમાં હલકી, મધ્યમ કે મનુષ્યભવ જેવી ઉત્કૃષ્ટ જાતિને પામ્યા છીએ. ઊંચી-નીચી જાતિનો સંબંધ ઇન્દ્રિયોની સંખ્યા (અકેન્દ્રિય થી પંચેન્દ્રિય) સાથે છે, કે જે કર્મપરવશ છે. માટે તો પંચેન્દ્રિય જાતિ જ જોઈએ તેવી હઠ કે મોનોપોલી ચાલતી નથી. શ્વેતાંબરપણું, દિગંબરપણું કે સ્થાનકવાસીપણું કાયમ નથી રહેવાનું, કર્મો ઉપાડીને પશુયોનિમાં પટકી દેશે. જે જાતિનો તિરસ્કાર આપણે કરીએ, એ જ જાતિના કર્મો આપણને તે જાતિમાં ટ્રાન્સફર કરી દેશે. | નર્ક જાતિના જીવો આપણી સામે નથી? તિર્યંચો બિચારા લાચાર અને નિર્બળ છે. દેવોની ઋદ્ધિ આપણા કરતાં અનેકગણી ચઢિયાતી છે. માત્ર આપણી મનુષ્ય જાતિના જ વ્યક્તિઓ આપણી સામે છે. શા માટે મદ કરવો ?
ભવના પરિભ્રમણમાં ચોર્યાસી લાખ જાતિઓમાં હીનપણું, મધ્યમપણું અને ઉત્તમપણું જાણીને કોણ વિદ્વાન જાતિનો મદ કરે ? શ્રુતસરિતા
૧૪૫ આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org