________________
પ્રબંધ-૧૫ સામાયિક વિજ્ઞાન
મંગલાચરણ : सामायिक विशुद्धात्मा, सर्वथा घातिकर्मणः ।
क्षयात केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥ અર્થ : સામાયિકથી વિશુદ્ધ થયેલો આત્મા ઘાતિકર્મોનો સર્વથા નાશ કરીને લોક અને અલોકને
પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આધાર ગ્રંથો : (૧) ધર્મતીર્થપ્રભાવક પૂ.આ.ભ. શ્રી વિજય મિત્રાનંદસૂરિજી લિખિત “સામાયિક ધર્મ'. (૨) આગમ વિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા.ના કૃપાપાત્ર તથા પૂજ્ય
પંન્યાસશ્રી અશોકસાગરજી મ.સા. ના વિનેયરત્ન પૂજ્ય પંન્યાસશ્રી હેમચંદ્રસાગરજી મ.સા.
લિખિત “સમજવા જેવું સામાયિક'.. (૩) અધ્યાત્મવિશારદ, વિદ્યાભૂષણ, મંત્રમનિષી, ગણિતદિનમણિ, શતાવધાની પંડિત સ્વ. શ્રી
ધીરજલાલ ટોકરશી શાહ લિખિત “સામાયિક વિજ્ઞાન”. (૪) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, પ્રકાશિત “પ્રબોધ ટીકા'. (૫) કેવલી ફાઉન્ડેશન પ્રકાશિત અને ડૉ. રશ્મિકાન્ત શાહ લિખિત “સામાયિક ભાવ’. પ્રસ્તાવના : સર્વશે કરેલું સચોટ નિદાન છે : પાપોમાં અશાન્તિ પાપોથી દુઃખ અને ત્રાસ અને પાપોથી સર્વનાશ. અશાન્તિ, દુઃખ, ત્રાસ અને સર્વનાશનું એક માત્ર કારણ “પાપ” જ છે, એવું જેને ગળે ઊતરી જાય છે, તેઓ પ્રતિજ્ઞા કરે છે :
करेमि भंते ! सामाइयं, सावज्ज जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि ।
तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥
હે ભગવંત, હું પાપમય પ્રવૃત્તિનો એટલે કે સાવદ્ય યોગનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરું છું, સામાયિક કરું છું. આ પ્રતિજ્ઞામાં વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે, તો જીવ જીવનપર્યત પાપોનો ત્યાગ કરવા સર્વવિરતિ ધર્મ સ્વીકારે છે. જીવનપર્યત નિષ્પાપજીવન જીવવાનો જેને આત્મ-વિશ્વાસ નથી, તેવા જીવો ચોવીસ કલાક માટે, બાર કલાક માટે અથવા તો છેવટે બે ઘડી (૪૮ મિનિટ) માટે આ પ્રતિજ્ઞા કરે છે. આવા જીવો સામાયિક દરમિયાન પાપોને પ્રતિક્રમે છે, પાપોને નિંદે છે, પાપોની ગહ કરે છે અને આત્માને પાપોથી અળગો કરે છે. મન, વચન, કાયાથી પોતે પાપ કરતો નથી અને બીજાઓ પાસે કરાવતો પણ નથી. આવા જીવો જ રાગ-દ્વેષથી મુક્ત રહી સમતાભાવમાં સ્થિર રહી શકે છે. શ્રુતસરિતા
૧૫૧
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org