________________
૫. બાર તિથિ તથા છ અઠ્ઠાઈ લીલોતરી વાપરવી નહિ. ૬. ત્રિકાલ જિનદર્શન સામગ્રી યોગે અવશ્ય કરવા. ૭. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રોજ પોતાની લક્ષ્મીથી ઉત્તમ દ્રવ્યો લાવીને કરવી. ૮. મહિનામાં ઓછામાં ઓછું એક વાર સ્નાત્ર ભણાવવું. ૯. રોજ ઓછામાં ઓછી એક બાંધી નવકારવાળી ગણવી. ૧૦. મહિનામાં બાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયંબિલ કે એકાસણું, પોતાની
શક્તિ મુજબ કરવું. - ૧૧. જિંદગીનું બ્રહ્મચર્ય ન લઈ શકે તેમને બાર તિથિ, અને છ અઠ્ઠાઈમાં તો અવશ્ય બ્રહ્મચર્ય પાળવું. ૧૨. બાવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયનો જિંદગી પર્યત ત્યાગ કરવો. ૧૩. મૂળાના થડ, મોગરા, ફૂલ ને પાંદડા પણ અભક્ષ્ય છે. તેનો સર્વદા ત્યાગ કરવો. તથા ભાજીપાલો,
પતરવેલીયા અને અડવીના પાંદડા, આઠ મહિના અભક્ષ્ય છે. ફાગણ મહિનાથી કાર્તિક સુદ
૧૫ સુધીના કાલ દરમિયાન ખાવા નહિ. ૧૪. જેમની શક્તિ હોય તેમણે ચોમાસામાં લીલોતરીનો ત્યાગ કરવો. ૧૫. હોટલમાં જવું નહિ, નાટક સિનેમા જોવાં નહિ, પાન, બીડી, સિગારેટ વગેરે વાપરવાં નહિ. ૧૬. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર મહિનાની વદિ દસમે અવશ્ય કરવું તેથી
સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. ૧૭. રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું. ૧૮. મહિનામાં અમુક પૌષધ કરવા. ૧૯. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રોજ એક કલાક ગોખવું. સ્વાધ્યાય કરવો. ૨૦. શ્રી વર્ધમાન તપની ઓળીનો પાયો નાખવો. ૨૧. આસો તથા ચૈત્ર માસની શ્રી નવપદજી ભગવંતની શાશ્વતી ઓળીમાં નવ આયંબિલો જિંદગી
પર્યત કરવા. ૨૨. ચૌદ નિયમો સમજી લેવા અને હંમેશાં ધારવા. ૨૩. સગુરુનો યોગ હોય તો વંદન તથા વ્યાખ્યાન શ્રવણ અવશ્ય કરવું. ૨૪. રોજ થાળી ધોઈ પીવી. થાળી ધોઈ પીનારને શાસ્ત્રમાં એક આયંબિલનો લાભ બતાવ્યો છે. ૨૫. દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઓછામાં ઓછી કોઈ પણ એક ભાવતી વસ્તુનો ત્યાગ કરવો. ૨૬. રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. ૨૭. માંસ, મદિરા, મધ અને માખણ ચાર મહા વિગઈઓનો જીવનપર્યત ત્યાગ કરવો. શુભકામના :
શ્રાવક પોતે પોતાના જીવનમાં યથાશક્તિ અમલમાં મૂકે, આંખ સામે સાધુધર્મ જલદીમાં જલદી લેવાની ભાવના રાખે અને જ્યાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી શ્રાવકજીવનને દીપાવી સાધુતાના પોતાના આદર્શને વહેલી તકે પાર પાડે એ જ શુભ કામના. શ્રુતસરિતા ૧૭૯
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org