________________
(૪)
(૩) અર્થને અસાર જાણે :
ધન સઘળા અનર્થોનો નિવાસ છે. મેળવવામાં મહેનત અને ક્લેશને કરાવનાર છે. ધનની આવી અસારતા જાણીને ધીર એવો શ્રાવક તેમાં લેશ માત્ર લુબ્ધ ન બને. સંસારને વિટંબન જાણે : સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે, દુઃખાનુબંધી છે અને આત્માની વિડંબણા સ્વરૂપ જ છે.
સંસારની આવી અસારતા જાણીને શ્રાવક, તેમાં ક્યાંય રતિ-આનંદ ન કરે. (૫) વિષયોને જિંપાક ફળ જેવા જાણે :
વિષયો વિષ સમાન છે. ક્ષણમાત્ર સુખ આપનાર છે, તત્ત્વના પરમાર્થને પામેલો ભવભીરુ શ્રાવક, આવા વિષયોમાં વૃદ્ધ-આસક્તિ ન કરે. તીવ્ર આરંભ ન કરે : મહારંભનો શ્રાવક ત્યાગ કરે. જો જીવનનિર્વાહ થાય તેમ ન હોય તો મન વગર નાછૂટકે સામાન્ય આરંભોથી જીવન ચલાવે. તેમજ, સર્વ જીવો પ્રત્યે દયાળુ એવો શ્રાવક આરંભરહિત
એવા સાધુ ભગવંતોની પ્રશંસા કરતો હોય. (૦) ગૃહવાસને જેલ સમાન માને :
ગૃહવાસને પાશ (બંધન)ની માફક માનતો શ્રાવક દુઃખિત-હદયે તેમાં રહે અને ચારિત્ર મોહનીય
કર્મને ખપાવવા ઉદ્યમ કરતો હોય. (૮) સુગુરૂની ભક્તિ વડે દર્શન શુદ્ધિ કરે :
આસ્તિક્યના ભાવને પામેલો, શાસનની પ્રભાવના-પ્રશંસા વગેરે દ્વારા અને ગુરુભગવંતની
ભક્તિથી યુકત થઈને બુદ્ધિમાન શ્રાવક નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરતો હોય. (૯) ગાડરિચા પ્રવાહમાં તણાય નહીં :
લોકો તો ગાડર પ્રવાહની માફક ગતાનુગતિક પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી ખૂબ વિચાર
કરીને કામ કરનારો સુજ્ઞ શ્રાવક આવા લોકોનુસરણ રૂપ લોકસંજ્ઞાનો ત્યાગ કરે. (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોય :
પરલોકના માર્ગમાં શ્રી જિનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી, એમ સમજનારો શ્રાવક
સર્વ કૃત્યો-આગમને અનુસરીને જ કરે. (૧૧) યથાશક્તિ દાન કરનારો હોય ?
પોતાની શક્તિને ગોપવ્યા વગર આવક વગેરેનો વિચાર કરીને જેમ લોકો સંસારના કાર્યો
સરસ કરે છે, તેમ સન્મતિવાળો ભાવશ્રાવક સુંદર રીતે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ કરે. (૧ર) ધર્મ કરવામાં શરમાય નહીં ?
હિત કરનારી નિર્દોષ અને ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી ચિનોક્ત ક્રિયાઓને સુંદર રીતે
કરી રહેલા શ્રાવકની, કોઈ અજ્ઞ જનો મશ્કરી કરે તો ય તે લજ્જા પામે નહીં- ધર્મ છોડે નહીં. શ્રુતસરિતા
૧૮૯ ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org