________________
ધર્મ શુદ્ધ છે. ભાવશૂન્ય જેટલો પણ ધર્મ છે તે અશુદ્ધ ધર્મ છે. ભાવશૂન્ય ક્રિયાનું ફળ તુચ્છ છે. તેનાથી થતા પુણ્યબંધ સંસારની ભૌતિક સગવડતા અપાવે, પણ મુક્તિદાયક ફળ નથી અપાવી શકતો.
પરમાત્માના વચનના મર્મને પામનારો શ્રાવક મોહના મર્મને ભેદવાનું કાર્ય કરે છે. મોહના ઘરમાં બેસીને મોહના જ હથિયાર વડે મોહને મારવાનું કાર્ય શ્રાવક એવી કુશળતાથી કરે છે કે જેના પરિણામે સંસારમાં રહ્યો રહ્યો પણ તે પોતાના ચારિત્ર મોહનીયનો ભુક્કો બોલાવી એક ધન્ય દિવસે સર્વવિરતિ ધર્મને (દીક્ષાને) અંગીકાર કરે છે.
પૂ. શ્રી નયવર્ધનસૂરિજી ફરમાવે છે કે સંસાર પ્રત્યે અભાવ પેદા નહીં થવાનું એક માત્ર કારણ છે કે આપણે સંસારના દરેક પદાર્થને ‘આદિ' થી એટલે કે પ્રારંભિક અવસ્થાથી-શરૂઆતથી જોઈએ છીએ; ‘અંત’થી નહીં, એટલે કે અંતિમ અવસ્થા. જે તે પદાર્થની આદિને જોઈએ એટલે ધન આવતાં ખુશીખુશી થઈ જાય. પરંતુ તે ધનનો અંત જોઈએ તો ધન પૌદ્ગલિક અને કર્મજનિત હોઈ વિનાશવાળું અથવા ધન હોતે છતે આપણે આ ભવમાંથી વિદાય લેવાનું થવાનું છે. આદિથી જોવા વડે દૂધપાક સ્વાદિષ્ટ લાગે; પરંતુ તે પદાર્થનો અંત તો સરવાળે ‘મળ’માં જ પરિવર્તિત થવાનો છે.
આમ, અંત વિચારતાં દરેક પદાર્થ માટે, સમગ્ર સંસાર માટે અવશ્ય અભાવ આપણામાં પ્રગટે. સંસારનાં સુખો દેખાવમાં ભલે સારાં લાગે, પણ તેનો અંત તો ક્યારે ય સારો હોતો જ નથી. ટૂંકમાં, સંસાર માટે અભાવ જાગવો એ ભાવશ્રાવક બનવા માટેની સૌથી પ્રથમ અને સર્વોપરિ આવશ્યકતા છે. સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ, એનું જ નામ છે ભાવધર્મ.
જગતમાં નજરે પડતાં એક એક પદાર્થને જો વાસ્તવિક રીતે વિચારીએ તો ખ્યાલ આવે કે જગતમાં પુદ્ગલના ઢગલા સિવાય બીજું છે શું ? જેટલા પણ સુખ આપનારા પદાર્થો છે, તે વાસ્તવમાં એકેન્દ્રિય જીવના મડદાં છે. આવા આવા વિચારો કેળવી જેણે પોતાના અંતરને ભાવિત બનાવી દીધું હોય એવા આત્માને સંસારની પ્રવૃત્તિ કરતી વખતે ય અનુભૂતિ આત્માની હોય. કર્મસત્તા કહે છે કે જો મળી ગયેલા સુખો મજેથી ભોગવવા ગયા તો દુર્ગતિમાં ગયા વિના છૂટકો નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલા સુખોનો ત્યાગ જ આત્માને શાશ્વત સુખ અપાવી શકે. સુખો જો કદાચ છોડી ના શકો, તો કમસે કમ એની આસક્તિને તો છોડો. સંસારમાં બેઠેલો શ્રાવક શરીર-સ્વજન-સંપત્તિ વગેરે ધરાવતો હોય પણ એ શ્રાવક તે બધાને કેવી દૃષ્ટિથી જો તો હોય તેનું તાદેશ ચિત્ર આપણે ભાવશ્રાવકના ૧૭ લક્ષણોથી જોઈશું.
-
(૧) સ્ત્રી/પુરુષના ત્યાગના પરિણામવાળો :
સ્ત્રી/પુરુષ અનર્થનું ભવન છે, ચંચળ ચિત્તવાળા છે, નરકના રાજમાર્ગ જેવા છે. આવું જાણનારહિતાકાંક્ષી શ્રાવક તેને વશ કે આધીન થતો નથી.
(ર) ઇન્દ્રિય નિરોધક :
ઈન્દ્રિય ચપલ ઘોડા જેવી છે. દુર્ગતિના માર્ગમાં હંમેશાં તે ઇન્દ્રિયો રૂપી અશ્વો દોટ મૂકતા હોય છે. સંસારના સ્વરૂપનો વિચારક એવો શ્રાવક તે ઇન્દ્રિયો રૂપી અશ્વોને સમ્યજ્ઞાનરૂપી લગામથી કાબૂમાં રાખે છે. ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો
Jain Education International 2010_03
૧૮૮
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org