________________
(૮) કલ્પ ઉગ્રવિહારી ઃ ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર છે તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિહત
વિહારનો કરનાર અને ઉપસર્ગાદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પોતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે. મહાસંવેગ વિહારી શ્રાવક નિવૃત્તિ માર્ગમાં (વૈરાગ્યમાં) જ સદૈવ તલ્લીન હોવાથી મહા
સંવેગ વિહારી હોય છે. (૧૦) ઉદાસી ઃ શ્રાવક સંસારાર્થે જે હિંસાદી અકૃત્ય કરવાં પડે તે કરવાં છતાં તેમાં ઉદાસીન (રૂક્ષ)
વૃત્તિ રાખે છે. (૧૧) વૈરાગ્યવંત ઃ શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇચ્છુક હોવાથી વૈરાગ્યવંત હોય છે. (૧૨) એકાંત આર્ય : શ્રાવક બાહ્યાભ્યતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે.
આદર્શરૂપ નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે. (૧૩) સમ્યફમાગ : સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યમાર્ગી
કહેવાય છે. (૧૪) સુસાધુ : શ્રાવકે પરિણામથી તો અવ્રતની ક્રિયાઓનું રૂંધન સર્વથા કરી દીધું હોય છે. ફકત
સંસારના કાર્ય અર્થે જે દ્રવ્યહિંસા કરવામાં આવે છે તે પણ અનિચ્છાએ, નિરુપાયે અને ઉદાસીન ભાવે કરવી પડે છે તે કરવા છતાં પણ ધર્મની વૃદ્ધિ કરતો રહે છે. તેથી તથા
આત્મસાધના કરનાર અર્થાત્ મોક્ષ માર્ગનો સાધક હોવાથી સુસાધુ કહેવાય છે. (૧૫) સુપાત્ર : સુવર્ણ પાત્રમાં જ જેમ સિંહણનું દૂધ જળવાઈ શકે છે તેમ શ્રાવકમાં સમ્યકત્વાદિ
સગુણો સુરક્ષિત રહી શકતા હોવાથી તે સુપાત્ર કહેવાય છે. અથવા શ્રાવકને આપેલ સહાય
નિરર્થક થતી નથી તેથી તે સુપાત્ર છે. (૧૬) ઉત્તમ : શ્રાવક મિથ્યાત્વી કરતાં અનંત ગણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. (૧૭) ક્રિયાવાદી : શ્રાવક પુણ્ય-પાપનાં ફળને માનનારો તથા બંધ-મોક્ષને માનવાવાળો હોવાથી
ક્રિયાવાદી છે. (૧૮) આસ્તિક : શ્રી જિનેન્દ્રનાં તથા સુસાધુનાં વચનો પર શ્રાવકને પ્રીતિ અને પ્રતીતિ હોય છે.
તેથી તે આસ્તિક છે. (૧૯) આરાધક : શ્રાવક જિનાજ્ઞાનુસાર ધર્મકરણી કરતો હોવાથી આરાધક. (૨૦) જૈન માર્ગનો પ્રભાવક : શ્રાવક મનથી સર્વ જીવો પર મૈત્રીભાવ રાખે છે. ગુણાધિક પ્રત્યે
પ્રમોદ (હર્ષ) ભાવ રાખે છે. દુઃખી જીવો પર કરુણાભાવ રાખે છે અને દુષ્ટ તરફ માધ્યસ્થ
ભાવ રાખે છે. (૨૧) અર્વતના શિષ્ય : અહંત અર્થાત્ તીર્થકર દેવના જયેષ્ઠ શિષ્ય તે સાધુ અને લઘુ શિષ્ય તે
શ્રાવક એટલે શ્રાવક તે અરિહંત ભગવાનના શિષ્ય છે. શ્રાવકના એકવીસ ગુણ :
घम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो २ रुबबं ३ पगइसोमा ।
४ लोगप्पीओ ५ अकूरो, ६ भीरु ७ असठो ८ सदक्खिणो ।।१।। શ્રુતસરિતા ૧૮૫
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org